ત્રણ માસનો પગાર બાકી હોય કરાયો હતો કામનો બહિષ્કાર
સમગ્ર દેશમાં સ્વચ્છતા નંબરે દરેક શહેરો સ્પર્ધા કરી રહ્યાં છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સલાયા ગામ ગ્રાન્ટના અભાવે સફાઈ કામદારોનો પગાર ન થતાં છેલ્લા ૧૪ દિવસથી સફાઈકામનો બહિષ્કાર કરવામાં આવે છે, જેના લીધે સલાયામાં આવેલ સાતે-સાત વૉર્ડમાં ગંદકી જોવા મળી રહી છે.
સલાયામાં છેલ્લા ૧૪ દિવસથી સફાઈ કામદારો દ્વારા સમયસર પગાર થતો ન હોય સફાઈ કામનો બહિષ્કાર કરેલ છે. સફાઈ કામદારોનો ઓકટો., નવે. તથા ડિસે. એમ ત્રણ મહિનાનો પગાર નગર પાલિકા દ્વારા થયેલ નથી. જેથી સફાઈ કામદારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જેના વિરોધમાં સફાઈ કામદારોએ કામનો બહિષ્કાર કરેલ છે.
બીજી બાજુ સલાયા નગર પાલિકા પાસે ફંડ ના હોય તે પણ લાચાર છે, તમામ કર્મચારીઓના પગાર ત્રણ માસથી અપાયા નથી. હાલ કામ ચલાઉ પ હજાર રુા. કર્મચારીના ખાતામાં નાખેલ છે તેમ ચીફ ઑફિસર દ્વારા ઉપર સુધી ઓકટ્રોય ગ્રાન્ટ તેમજ પગાર બાબતે ફંડ ઝડપી અને પુર્ણ ફાળવવા બાબતે લેખિત રજૂઆત કરેલ છે.
પરંતુ માસિક ૧ર લાખ આસપાસતમામ કર્મચારીના પગાર થાય છે, સામે આવક ઓછી હોય પ્રશ્ર્નો થાય છે. હાલ સફાઈ કામદારોના બહિષ્કારના લીધે સલાયામાં ગંદકી વધી છે તેમજ કચરાના તેમજ ગટરો ઉભરાય છે.
સલાયાના આગેવાનો તેમજ સંસ્થાઓના હોદ્દેદારો દ્વારા પણ આ પ્રશ્ર્નનો ઉકેલ આવે તે બાબતે તંત્રને અનુરોધ કરાયો છે. સરકાર દ્વારા ઝડપી ગ્રાન્ટ ફાળવાય અને સફાઈ કામદારોના પગાર થાય તેવી માંગણી ઉઠી છે. હાલ અંદાજિત દોઢથી બે કરોડ રુપિયા જુદા જુદા વેરાના બાકી છે જે માટે પણ નગર પાલિકાએ દરેકને નોટિસો ઈસ્યુ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇલોન મસ્કે રાજા-મહારાજાઓને પણ હરાવ્યા, ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો કેટલી છે સંપત્તિ
November 23, 2024 05:23 PMUPI છેતરપિંડીથી રહો સાવધાન, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 23, 2024 05:18 PMસ્પેસ સ્ટેશનમાં સર્જાઈ મુશ્કેલી, સુનિતા વિલિયમ્સ માટે ખતરો!
November 23, 2024 05:07 PMશિયાળાની ઋતુમાં લગ્નમાં સાડી સાથે ઠંડીથી બચવા પહેરો આ કપડાં જેથી દેખાશે સ્ટાઇલિશ લુક
November 23, 2024 04:58 PMફ્રીજમાં રાખેલા વાસી ભાતને ક્યારેય ફેંકશો નહીં, તે બચાવી શકે છે કેન્સર જેવી બીમારીઓથી
November 23, 2024 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech