ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની ઐસીતૈસી થતી હોય તેવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રોજનો કરોડો રૂપિયાનો દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને પીવાય પણ છે. તમને જાણીને નવાઇ લાગશે કે, ગુજરાતમાં દર સેકન્ડે એક દારૂની બોટલ પકડાય છે. ગુજરાત પોલીસે 2024માં અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી અને ભાવનગરમાંથી મોટા ઓપરેશનો હાથ ધરીને 144 કરોડ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂની 82 લાખ બોટલો જપ્ત કરી હતી. આ આંકડા પ્રમાણે જોવા જઇએ તો ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગાંધીના ગુજરાતમાં એક રિપોર્ટ પ્રમાણે દર 4 સેકન્ડે એક દારૂની બોટલ પકડાય છે.
પોલીસના આંકડા અનુસાર, ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 2024માં દર ચાર સેકન્ડે એક ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ જપ્ત કરવામાં આવી હતી. ગુજરાતમાં 144 કરોડ રૂપિયાની કિંમતની 82,00,000 બોટલ જપ્ત કરવામાં આવી હતી. જેમાંથી 4,38,047 બોટલ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને પશ્ચિમ રેલ્વેના અમદાવાદ અધિકારક્ષેત્રમાંથી જપ્ત કરવામાં આવી હતી. એકલા અમદાવાદ શહેરની વાત કરીએ તો 3.06 લાખ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ સાથે સંકળાયેલા 2,139 કેસ નોંધાયા છે. જ્યારે 1.58 લાખ લિટર દેશી દારૂના 7,796 કેસ નોંધાયા હતા.
વડોદરા ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો પોલીસે ટ્રક અને ગોડાઉનમાંથી 9.8 કરોડ રૂપિયાની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. સુરત ગ્રામ્યમાં પણ સમાન રીતે કાર્યવાહીમાં આંતરરાજ્ય પરિવહન કૌભાંડમાં ઘરગથ્થું સામાનના વેશમાં 8.9 કરોડની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી.
નવસારીમાં પણ 6.23 લાખની ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જે પાડોશી રાજ્યમાં કાર્યરત હાઇટેક ઉત્પાદન એકમો સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. ગોધરામાંથી પણ 8.8 કરોડ રૂપિયાની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી. ભાવનગરમાંથી પણ પાણીની ટાંકી તેમજ તાજી શાકભાજી ભરેલા ઢગલા નીચે છુપાયેલ 8.7 કરોડ રૂપિયાનો વિદેશી દારુ અને દેશી દારુ જપ્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછાત્રોની કારકિર્દીની કેડીમાં કડી બનતું આજકાલ સાંધ્ય દૈનિક
April 14, 2025 11:20 AMવાંકાનેરમાં યુસીસીના વિરોધમાં નીકળી વિશાળ મૌનરેલી
April 14, 2025 11:18 AMજામનગરમા દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસનું મેગા ઓપરેશન
April 14, 2025 11:18 AM૧૫ જિલ્લાની ૨૩૯૮ ગ્રાન્ટેડ શાળાઓના ડિપાર્ટમેન્ટલ ઓડિટ માટે સરકારનો આદેશ
April 14, 2025 11:17 AMગોંડલ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક આવક
April 14, 2025 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech