નવજાત શિશુમાં મગજની ઇજાઓને કારણે વિશ્વમાં સૌથી વધુ ૬૦ ટકા મૃત્યુ ભારતમાં થાય છે. એક સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધકોનું કહેવું છે કે સામાન્ય રકત પરીક્ષણ દ્રારા આવી ઈજાને સરળતાથી શોધી શકાય છે. સંશોધનમાં શિશુઓમાં મગજની ઇજાના ઘણા કારણો બહાર આવ્યા છે. આમાં હાયપોકિસક–ઇસ્કેમિક એન્સેફાલોપથી રોગનો સમાવેશ થાય છે. આમાં, બાળકને જન્મ પહેલાં અથવા જન્મ પછી તરત જ પૂરતો ઓકિસજન મળતો નથી.
ઈમ્પીરીયલ કોલેજ લંડનનું સંશોધન જામા નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત થયું છે. આ મુજબ, નવજાત બાળકોમાં મૃત્યુ અને અપંગતાનું મુખ્ય કારણ એચઆઈઈ રોગ છે. દર વર્ષે વિશ્વમાં લગભગ ૩૦ લાખ બાળકો તેનાથી પ્રભાવિત થાય છે. દક્ષિણ એશિયામાં, ખાસ કરીને ભારતમાં એચઆઈઈ રોગની ઘટનાઓ સૌથી વધુ છે. સંશોધકોનું કહેવું છે કે બ્લડ ટેસ્ટ દ્રારા ઈજાને શોધીને ડોકટરો સારવાર વિશે નિર્ણય લઈ શકે છે. મગજની ઇજા સમય જતાં પ્રગતિ કરી શકે છે અને મગજના વિવિધ ભાગોને અસર કરી શકે છે. તેનાથી માથાનો દુખાવો, વાઈ, બહેરાશ અથવા અંધત્વ જેવી ન્યુરો ડિસેબિલિટી થઈ શકે છે.
આ સંશોધનમાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો તેમજ ઉચ્ચ આવક ધરાવતા દેશોના બાળકોનો સમાવેશ થાય છે.
ઈમ્પીરીયલ કોલેજના પ્રોફેસર સુધીન થાઈલ કહે છે કે શિશુઓમાં મગજની ઈજાના કિસ્સાઓ એકસરખા દેખાતા હોવા છતાં, તે મોટા પ્રમાણમાં બદલાઈ શકે છે. મોટાભાગના બાળકો ગર્ભાશયમાં અને જન્મ સમયે હાયપોકિસયા એટલેકે લોહીમાં ઓકિસજનનો અભાવ અનુભવે છે.
આ અંગે સંશોધકો માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન તણાવ, ખરાબ પોષણ, ચેપ અને ગર્ભાશયનું સંકોચન હાયપોકિસયાનું કારણ બને છે. તેનાથી બાળકના મગજને નુકસાન થાય છે. ડિલિવરી દરમિયાન માતાને વધુ પડતું રકતક્રાવ થવાથી બાળકના લોહીમાં ઓકિસજનનું સ્તર પણ ઘટી જાય છે. જન્મ પછી આખા શરીરની ઠંડક એચઆઈઈ સાથે શિશુઓને સુધારી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech