દ્વારકામાં યુુવા ભાજપ સંગઠન દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો

  • June 04, 2021 10:48 AM 

શહેર ભાજપ તથા ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહયા

દ્વારકા શહેરમાં ગોકુલ ભુવન ખાતે યુવા ભાજપ સંગઠન આયોજિત મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત શહેર ભાજપ અગ્રણીઓ તેમજ શહેર સંગઠનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ બુજડ, દ્વારકા નગરપાલીકાના શાસક પક્ષ્ાના નેતા પ્રદ્યુમનસિંહ જાડેજા, ભાજપ અગ્રણી ઇશ્ર્વરભાઇ ઝાખરીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં અગ્રણીઓ હસ્તે રક્તદાન કરનારાઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. દ્વારકા શહેર યુવા ભાજપના પ્રમુખ રાકેશ વાડીયાના માર્ગદર્શનમાં તેમજ યુવા ભાજપ મહામંત્રી વિનય ગોકાણી તથા જીતુભઈ તેમજ કાર્યકરો વિમલ ચૌહાણ, જયદિપ લાખાણી તેમજ કાર્યકરોની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS