વડિયાના ઢૂંઢિયાપીપળિયા નજીક જમીનમાંથી લાવા જેવો કાળો પદાર્થ નીકળતા તર્ક વિતર્ક

  • March 26, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લ ાના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયાની ભાગોળે આવેલા ઢૂંઢિયા પીપળીયા ગામથી થોડે દૂર આવેલા ચામુંડાના મંદિર વિસ્તારની જગ્યામાં ૫૦૦ મીટર જેટલાં વિસ્તારમાં જમીનમાં ખાડા પડીને લાવા જેવો કાળો પદાર્થ નીકળતા અનેક તર્ક વિતર્ક સર્જાતા જોવા મળ્યા છે. માતાજીના મંદિર પાસે આ ઘટના બનતા કોઈ ધાર્મિકતા સાથે જોડે છે તો કોઈ લાવારસ હોવાનુ જણાવે છે ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા તાલુકા વહીવટી તંત્રને જાણ કરી આ બાબતે ભુસ્તર વિભાગને જાણ કરવા અને આ જગ્યામાં નીકળેલા પદાર્થની તપાસ કરવા અપીલ કરાઈ છે. ત્યારે લાવરસ જેવો કાળો પદાર્થ નીકળતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application