વિકાસગૃહમાંથી બે સગીર બહેનો ભેદી સંજોગોમાં લાપતા બની જતાં ભારે દોડધામ

  • June 11, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંને બહેનોના અપહરણ કરી જવા અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો: પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ


જામનગર ના વિકાસ ગૃહમા રહીને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ગઈ રાતે એકાએક લાપત્તા બની જતાં વિકાસ ગૃહમા ભારે હલચલ મચી ગઈ છે. જે અંગે વિકાસગૃહ નું સંચાલન કરનાર સંચાલિકા બહેન દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે  અપહરણ અંગે ફરીયાદ નોંધાવી છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહીને અભ્યાસ કરતી ૧૪ વર્ષ અને ૧૭ વર્ષની વયની બે સગીર બહેનો, કે તેઓ ગઈ રાત્રી દરમિયાન વિકાસગૃહ માંથી ભેદી સંજોગોમાં લાપતા બની જતાં વિકાસગૃહ વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ હતી, અને ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં ભારે દોડધામ થઈ હતી.


સમગ્ર બનાવ મામલે વિકાસ ગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વીટીબેન મુકેશભાઈ જાની એ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બન્ને સગીર બહેનો ના અપહરણ થઈ જવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદ ના અનુસંધાને પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે, અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. અને જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસવાનું શરૂ કર્યું છે. સીટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. ડી.જી. રાજ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક ની તપાસ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application