પોરબંદરમાં શ્રાવણ માસની શિવરાત્રી નિમિત્તે શિવ વિવાહ પ્રસંગ ઉજવાયો

  • September 03, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં શ્રાવણ માસની શિવરાત્રી નિમિત્તે શિવ વિવાહ પ્રસંગ ઉજવાયો હતો.
શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી શ્રી ત્રીનેત્ર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા શ્રાવણ માસની શિવરાત્રી નિમિત્તે શિવ વિવાહનો પ્રસંગ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો.સર્વ પ્રથમ શ્રી ત્રિનેત્ર મહાદેવને શણગાર કરીને યુવા ગ્રુપ દ્વારા અલગ-અલગ વેશભુષા ધારણ કરવામાં આવી હતી.નાના બાળકોમાંથી એકને શિવ તથા એકને પાર્વતી બનાવવા આવ્યા હતા તથા અન્ય બાળકોને વિષ્ણુ, બ્રહ્માજી, ઇન્દ્રદેવ, સરસ્વતી માતા, લક્ષ્મીમાતા જેવા દેવતાઓની વેશભુષા ધારણ કરવામાં આવી હતી.મહાદેવની જાનનું પ્રસ્થાન ભાવેશભાઈ હરગુણને ત્યાંથી કરવામાં આવ્યું હતુ અને તેમાં મહાદેવના પ્રિય એવા નંદી, શૃંગી, ભૃંગી, અને અનેક ભુતડાઓ જોડાયા હતા.મહાદેવની જાન વાજતે-ગાજતે પરંપરાગત ઢોલને શરણાઈ સાથે નીકળી હતી.જેમાં બધાએ રાસગરબા પણ લીધા હતા.ત્યારબાદ જગતના માતાપિતા એવા શિવ-પાર્વતીના વિવાહ કાલીઘેલી ભાષામાં કરાવવા આવ્યા હતા.સંપુર્ણ શિવવિવાહ પ્રસંગ પછી મહાદેવને ૧૧૧૧ લાડવાનો થાળ શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી તથા એકતાબેન ગોસ્વામી દ્વારા ધરવામાં આવ્યો હતો અને પ્રસાદી મહંત સરોજગિરી માતાજી તથા યોગીતાબેન ગોસ્વામી તરફથી રાખવામાં આવી હતી.તમામને ફળાહાર ભાવેશભાઈ હરગુણ તરફથી આપવામાં આવ્યો હતો. આ સંપુર્ણ આયોજન મીતભાઈ ગાલોરીયા,યશભાઈ સોલંકી, ઓમભાઈ સતાસિયા, આર્યનભાઈ ભટ્ટી્,પર્વભાઈ ભટ્ટી, દિક્ષિતભાઈ  કુંભાણી,ઓમ્ભાઈ ્હરગુણ્, દિપકભાઈ,યોગીતાબેન ગોસ્વામી તથા ત્રિનેત્ર યુવા ગ્રુપ દ્વારા શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application