ખંભાળિયામાં આરએસએસ દ્વારા સંઘ સંચલન યોજાયું

  • October 30, 2023 11:42 AM 

મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા



ખંભાળિયામાં જાણીતી હિન્દુ સંસ્થા રાષ્ટ્રીય સ્વયં સંઘના ઉપક્રમે તાજેતરના વિજયા દશમીના પર્વને અનુલક્ષીને ગઈકાલે રવિવારે સાંજે સમૂહ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આર.એસ.એસ.ના યુવાનો-કાર્યકરોએ આરએસએસની ઓળખ સમાન ખાખી પેન્ટ, ટોપી, સફેદ શર્ટ અને બુટ ધારણ કરીને શહેરના જોધપુર ગેઈટ, નગર ગેઈટ, બસ સ્ટેશન રોડ વિગેરે વિસ્તારોમાં સંઘ સંચલન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો - કાર્યકરો જોડાયા હતા. આ સાથે અહીંના નગરપાલિકા ઉદ્યાન ખાતે શાખાનું પણ આયોજન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application