૨૨ જાન્યુઆરીએ અયોધ્યા પર બધાની નજર રહેશે. ઘણા વિલબં બાદ રામમંદિરનું ઉદ્ધાટન થવા જઇ રહ્યું છે. ત્યારે આ તરફ રામાયણકાળના પાત્રોની મીણની પ્રતિમા તૈયાર કરી મ્યૂઝિયમનું નિર્માણ કરવાના કાર્યની કામગીરી પણ વેગવંતી બની છે. ત્યારે આ માટે કામ કરી રહેલા સુનીલ કંદલ્લૂરને તેમના મીણના શિલ્પોના ચોથા અને સૌથી મહત્વાકાંક્ષી મ્યુઝિયમનો પ્રથમ તબક્કો આ વર્ષે એપ્રિલ–મે સુધીમાં તૈયાર થઈ જવાની અપેક્ષા છે. ભગવાન રામ, માતા સીતા, હનુમાનજી અને રામાયણના અન્ય તમામ મહત્વપૂર્ણ પાત્રોની મીણની મૂર્તિઓ સાથે, પ્રથમ તબક્કામાં રામકથાના ૩૦ થી ૩૫ દ્રશ્યો દર્શાવવામાં આવશે. જેમાં સીતા માતાનો સ્વયંવર, વનવાસ અને લંકાદહનનો સમાવેશ થાય છે. મ્યુઝિયમને રામાયણ વેકસ મ્યુઝિયમ કહેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
૭ કરોડ પિયાનો મ્યુઝિયમ પ્રોજેકટ સુનીલ કંદલૂરને ગત એપ્રિલ માસમાં પ્રા થયો હતો. આ માટે અયોધ્યા મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા તેને ફાળવવામાં આવેલી ૨.૫ એકર જમીનમાં બાંધકામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માટે તેમણે કહ્યું હતું કે, અમે મ્યુઝિયમના ટેન્ડર માટે અરજી કરી અને માત્ર અરજદાર હોવાનું બહાર આવ્યું. જેથી સરકારે બીજું ટેન્ડર બહાર પાડું હતું. ફરીથી, અમે એકમાત્ર અરજદારો હતા. એવું લાગે છે કે આ મ્યુઝિયમને જે પ્રકારની નિપુણતાની જર છે તે દેશમાં ખરેખર અમે એકમાત્ર લોકો છીએ, આ માત્ર ઐંચા દાવાઓ નથી, કન્યાકુમારી (તમિલનાડુ), થેક્કાડી (કેરળ) અને લોનાવાલા (મહારાષ્ટ્ર્ર)માં તેમના મીણના સંગ્રહાલયોમાં રાષ્ટ્ર્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર, સામાજિક કાર્યકર અન્ના હજારે શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે, અભિનેતા–રાજકારણી એમ જી રામચંદ્રન, અભિનેતા રજનીકાંત, ક્રિકેટર સચિન તેંડુલકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની હસ્તીઓના લાઇફ સાઇઝ સ્ટેચ્યુ માટે તેઓ જાણીતા છે. આ પ્રકારે આશરે ૧૭૦ ખ્યાતનામ હસ્તીઓના સ્ટેચ્યુ પણ તૈયાર કર્યા છે. આ વેળા સુનીલના ભાઈ સુભાષે કહ્યું હતું કે, અમે ૨૦૧૩માં મોદીજીની પ્રતિમા બનાવી હતી, યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા.
લંડનની મેડમ તુસાદની તર્જ પર વિકસિત, મીણની મૂર્તિઓએ તેમના જીવન જેવા દેખાવ માટે વારંવાર પ્રશંસા મેળવી છે. યારે સુનીલ એક કલાકાર સાથે સર્જનાત્મક મગજ ધરાવે છે, ત્યારે તેના બન્ને ભાઇઓ સુભાષ અને સુજીત સંગ્રહાલયોના વહીવટી અને લોજિસ્ટિક પાસાઓનું સંચાલન કરે છે. કંદલ્લૂર ભાઈઓ કેરળના છે પણ લોનાવાલામાં રહે છે. જો કે તેમના આ પ્રોજેકટ માટે છેલ્લા ચાર મહિનાથી સુભાષ અને સુનીલ અયોધ્યામાં શિટ થઈ ગયા છે.
અયોધ્યાના પ્રોજેકટ વિશે વાત કરતા સુનિલ કંદલૂરે કહ્યું કે, અયોધ્યા માટે અમે પ્રથમ ૮૦ પ્રતિમાઓ માટે મોલ્ડ બનાવવાનું શ કયુ છે. મારા પાંચ કામદારો મારા મોડલ, ડ્રોઈંગ અને સૂચનાઓના આધારે મોલ્ડ બનાવી રહ્યા છે. હત્પં તે દરેક પર અંતિમ આકાર અને પેઇન્ટિંગ કરીશ. આપને જણાવી દઇએ કે, તમિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્ર્રમાં તેમના મીણના સંગ્રહાલયો માટે સુનીલ કંદલુરે બનાવેલી પ્રતિમાઓમાં સામાજિક કાર્યકર અન્ના હજારે અને અભિનેતા રજનીકાંત અને સોનુ સૂદનો સમાવેશ થાય છે. અયોધ્યા ખાતેના મ્યુઝિમ પ્રોજેકટ અંગેની વાત કરવામાં આવે તો, આ પ્રોજેકટનો પ્રથમ તબક્કો, ૧૦,૦૦૦ ચોરસ ફટમાં ફેલાયેલો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech