રાજકોટના મુસ્લિમ શખસે મોરબીની યુવતીનો સ્નેપચેટમાં સંપર્ક કરી અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું
રાજકોટના મુસ્લિમ શખસે મોરબીની યુવતીનો સ્નેપચેટમાં સંપર્ક કરી અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું
May 22, 2026 08:13 PM
મોરબીમાં રહેતી યુવતીનો રાજકોટના મુસ્લિમ ઇસમેં સ્નેપચેટથી સંપર્ક કર્યા બાદ અપહરણ કરી રાજકોટ ઘરે લઈ જઈને મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી ન્યુડ ફોટો પાડી લીધા હતા અને ફોટો વાયરલ કરવાની તેમજ મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે મોરબી પંથકની રહેવાસી યુવતીએ રાજકોટ જંગલેશ્વર રહેતા સોહિલખાન ફિરોજખાન પઠાણ નામના ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ સ્નેપચેટના માધ્યમથી ભોગ બનનાર યુવતીનો સંપર્ક કર્યો હતો અને વાતોમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી મોરબી શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલ પાસેથી ગત તા. ૧૦ ના રોજ રાત્રીના યુવતીનું અપહરણ કરી પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા તેમજ ન્યુડ ફોટો પાડી લીધા હતા અને બાદમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી અને કોઈને જાણ કરીશ તો તને ગળું દબાવીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.