યુવતિની જ્ઞાતીના ત્રણ શખ્સોએ લાકડીઓ વડે માર માર્યો : જાતી પ્રત્યે હડધુત કરતા મામલો પોલીસમાં પહોચ્યો
ધ્રોલ તાલુકાના નથુ વડલા ગામના દલિત યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. યુવતિની જ્ઞાતિના ત્રણ શખ્સોએ પ્રેમી યુવાન અને તેના પરિવારના એક સભ્ય પર હુમલો કરી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કયર્નિી ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
ધ્રોલ નજીક નથુ વડલા ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા શૈલેષ હિરજીભાઈ પરમાર નામના 29 વર્ષના યુવાને તાજેતરમાં પોતાના ગામના ભરવાડ મેવાડા પરિવારની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કયર્િ હતા. જે મેવાડા જ્ઞાતિના ત્રણ સભ્યોને પસંદ પડ્યું ન હતું, આથી દિનેશ વલ્લભભાઈ મેવાડા, રામાભાઇ માધાભાઈ મેવાડા અને રતાભાઈ રેવાભાઇ મેવાડાએ પ્રેમ લગ્ન કરનાર યુવતીને અપ શબ્દો કહી ઉશકેરી હતી, દરમ્યાન ફરીયાદી યુવાન શૈલેષભાઇ આ બાબતે આરોપીઓ પાસે જતા આરોપીઓએ ઉશ્કેરાઇને આડેધડ લાકડીઓ વડે હુમલો કર્યો હતો જેમાં ફરીયાદીને માથા, વાંસા, ઢીચણના ભાગે ઇજાઓ પહોચી હતી તેમજ જાતી પ્રત્યે અપમાનીત કર્યો હતો.
ઉપરાંત સાહેદ સવજીભાઈને પણ લાકડીઓ વડે આડેધડ મારી મારી મુંઢ ઇજાઓ પહોચાડી હતી દરમ્યાન શૈલેષભાઇએ આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નથુ વડલા ગામમાં રહેતા દિનેશ મેવાડા, રામા મેવાડા અને રતા મેવાડાની વિરુઘ્ધ બીએનએસ કલમ 115(1), 352, તથા એટ્રોસીટી એકમટ મુજબ ફરીયાદ નોંધાવતા આગળની તપાસ ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech