જૂનાગઢ ગિરનાર રોડ ઉપર મનપાની પાણીની લાઈનમાં ભંગાણ થતાં ૪૦ ફૂટ ઉંચા પાણીનો ફુવારો વછૂટ્યા

  • February 24, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ગિરનાર રોડ પર ફાયર સ્ટેશન પાસે મનપાની મુખ્ય પાણીની લાઈનના એર વાલ્વ સાથે ખાનગી બસ અથડાતા વાલ્વ તૂટી જતા ૪૦ ફૂટ ઊંચા પાણીનો ફુવારો વછૂટતા દુબડી પ્લોટ સુધી પાણીની નદીઓ વહી હતી. દોઢ કલાક દરમિયાન  ૩૦ લાખ લિટર પાણી વહી જતા સમગ્ર વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
​​​​​​​
જૂનાગઢમાં ફાયર સ્ટેશન પાસે મનપાના મુખ્ય પાણી વિતરણ કરતા એર વાલ્વ લાઇન સાથે ખાનગી બસ અથડાતા લાઇનમાં ભંગાણ થતા વાલ્વ માંથી પાણીના ધોધ વછૂટ્યા હતા.મુખ્ય લાઈનમાંથી ૪૦ ફૂટ ઊંચા પાણીના ફુવારાથી જાણે કે ગંગાજીનું અવતરણ થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.લાઈન તૂટવાના બનાવથી ફાયર સ્ટેશનથી પાંજરાપોળ દુબડી પ્લોટ સુધી પાણી ફરી વળતા ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી.એક થી દોઢ કલાક સુધી વછૂટેલા ધોધમાં અંદાજિત ૩૦ લાખ લીટર પાણી વેડફાઈ  ગયું હતું. પાણીના વહેતા ધોધ નિહાળી રસ્તા પર નીકળતા લોકોમાં પણ કુતુહુલ સર્જાઇ હતી.લાખો લીટર પાણી વહી જતા સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઈ હતી. 
ફાયર સ્ટેશન પાસે આવેલ મનપાની મુખ્ય પાણીની લાઈન માંથી એર વાલ્વ મારફત ઉપરકોટ ખાતે પાણી પહોંચાડવામાં આવતું હતું ત્યારે ગઈકાલે વાલ્વ તૂટવાના બનાવથી મનપાની ટીમમાં પણ દોડધામ થઈ હતી અને તાત્કાલિક વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા પાણી બંધ કરાવવા કામગીરી હાથ ધરી હતી.આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા ધૂળ અને માટીના ઢગ ફરી વળ્યા હતા. ઉપરકોટ તળાવ માં પાણી પહોંચાડવાની મુખ્ય લાઈન તૂટી જતા તંત્ર માં દોડધામ મચી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application