ગીર સોમનાથના કોડીનારમાં બંધ પડેલી રેલ્વે ટ્રેક પર ઝૂંપપટ્ટીમાં રહેતા દેવીપૂજક પરિવારની ૪ માસની માસૂમ બાળકીને હિંસક પ્રાણીએ ફાડી ખાધી બાળકીના મૃતદેહને કોડીનાર સરકારી દવાખાને પી.એમ માટે ખસેડાયો છે.રેલ્વે ટ્રેક પર ઝૂંપપટ્ટીમાં રહેતા દેવીપૂજક પરિવારની ૪ માસની માસૂમ બાળકી પર રાત્રિના હિંસક પ્રાણીએ હુમલો કરી ઉપાડી જઈ ફાડી ખાધી.આ બનાવની જાણ રાત્રે કુદરતી હાજત માટે જાગેલા બાળકીના પિતાને થતાં મોડી રાત્રે જ તેઓએ તાત્કાલિક લાંબી શોધખોળ હાથ ધરતા પાટાથી થોડે દૂર બોરડીનાં ઝુંડમાંથી બાળકીના શરીરનો એક ભાગ ખાધેલો મૃતદેહ મળ્યો. ૪ માસની હેતલ સોલંકી નામની માસૂમ બાળકીને હિંસક પ્રાણીએ ફાડી ખાધી બાળકીના મૃતદેહ ને પી.એમ અર્થે સરકારી દવાખાને ખસેડાયો.જોકે આ બનાવથી તંત્ર હજુ અજાણ હોય વધું વિગતો ફરિયાદ બાદ જ જાણવા મળશે અને આ હુમલામાં હિંસક પ્રાણી કે ખૂંખાર કૂતરાએ બાળકીને ફાડી ખાધી એ તો તપાસ બાદ જ બહાર આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech