BREAKING NEWS

હળવદમાં ૩૧ વર્ષિય યુવકે માલગાડી નીચે ઝંપલાવતા થયેલું કરૂણ મોત

  • June 22, 2026 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ શહેરના એક આશાસ્પદ યુવાને પારિવારિક કંકાસથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ધાંગધ્રા તાલુકાના પીપળા ગામના નાળા પાસે બનેલી આ ઘટનાએ સમગ્ર હળવદ પંથકને સ્તબ્ધ કરી દીધું છે.
પ્રા વિગતો મુજબ, મૂળ રાણેકપર ગામના અને હાલ હળવદ શહેરના વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતા રાજ ઉર્ફે મોન્ટુ જાદવજીભાઈ પટેલ (ઉ.વ. ૩૧) એ ગત રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યાના સુમારે કચ્છથી અમદાવાદ તરફ જતી માલગાડી નીચે ઝંપલાવી આત્મઘાતી પગલું ભયુ હતું. ઘટનામાં યુવાનનું સ્થળ પર જ કણ મોત નીપયું હતું.
બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર રેલવે પોલીસના ધાંગધ્રા–હળવદ વિસ્તારમાં ફરજ બજાવતા એસ.આઈ. ભરતસિંહ ભાટી, હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ મેવાડા તથા સચિનભાઈ ઠાકોર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડો હતો.
પ્રાથમિક તપાસમાં પારિવારિક કંકાસના કારણે યુવાને આ અંતિમ પગલું ભયુ હોવાનું સામે આવ્યું છે. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ્ર થઈ શકશે.
યુવાનના અકાળે નિધનથી પરિવારજનો પર આભ તૂટી પડું છે, યારે હળવદ અને આસપાસના વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ રેલવે પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application