અજાણ્યા શખ્સ સામે ફરિયાદ
જામનગર નજીક ઢીંચડામાં રહેતા ૧૫ વર્ષના તરુણ પર કોઈ અજ્ઞાત શખ્સે ધારદાર હથિયાર વડે ગળાના ભાગે બન્ને હાથપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે હુમલા અંગેનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ઢીચડા ગામમાં રહેતા હરદેવભાઇ નારોલા નામના વર્ષના તરુણ ઉપર કોઈ અજ્ઞાત શખ્સે ધારદાર હથીયાર વડે ગળાના ભાગે તેમજ બંને હાથના કાંડાના ભાગે હુમલો કરી દેતાં લોહી લુહાણ બન્યો હતો, અને તેને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને ત્યાં તેના પર શસ્ત્રક્રિયા ચાલી રહી છે.
આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ના કાકા નરેશભાઈ પ્રેમજીભાઈ નારોલાએ પોતાના ભત્રીજા પર જીવલેણ હુમલો કરવા અંગે અજ્ઞાત શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીનો ભત્રીજો હરદેવ તેના ઘર પાસે રમતો હતો, જે દરમિયાન એક જ અજાણ્યો માણસ નાના બાળકોને મારતો હતો. જેને અટકાવવા જતાં તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર કરાયું છે. બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.એસ.પોપટે અજાણ્યા શખ્સ સામે આઇપીસી કલમ ૩૨૬, ૩૨૪ તેમજ જી.પી.એક્ટ. કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech