ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 988 કોરોના નવા કેસ, 1209 દર્દીને રજા 7 મોત : વાંચો અન્ય વિગતો

  • December 23, 2020 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાનો વેગ થોડો ધીમો પડ્યો હોય એમ જણાય છે. દેશમાં અન્ય રાજ્યની સરખામણીએ સૌથી ઓછા કોરોનાના કેસ આજે રાજ્યમાં નોંધાયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 988  કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 54587 કોવિડ 19ના ટેસ્ટ થયા હતા.

 

24 કલાકમાં ગુજરાતના તમામ શહેરોમાંથી 1209 દર્દી સ્વ્સ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને 7 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 237247 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 11397  છે. જેમાંથી વેન્ટીલેટરી કેર પર 64 દર્દીઓ છે. જ્યારે 11333 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 221602 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4248 પર પહોંચ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS