98 કરોડની માલકીન મલાઈકાએ એપાર્ટમેન્ટ ભાડે રાખ્યો

  • May 17, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંબઈ વેસ્ટમાં આવેલા આ એપાર્ટમેન્ટનું ભાડું મહીને દોઢ લાખ રૂપિયા,ત્રણ વર્ષનો કરાર

આલીશાન જીવન જીવવા માટે લોકોની ચર્ચામાં હમેશા રહેતી મલાઈકા અરોરા પોતાની ફિટનેસ માટે પણ એટલી જ જાણીતી છે.એક રિપોર્ટ અનુસાર મલાઈકાએ મુંબઈ વેસ્ટમાં એક એપાર્ટમેન્ટ ત્રણ વર્ષ માટે ભાડે લીધુ છે.મલાઈકા અરોરા પતિ અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ એકલી રહે છે. રિપોર્ટ્સ અનુસાર મલાઈકાએ બાંદ્રા વેસ્ટમાં કોસ્ટ્યૂમ ડિઝાઈનર કશિશ હંસ પાસેથી ત્રણ વર્ષ માટે એક મોંઘુ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. ત્રણ વર્ષ માટે 1.57 લાખ રૂપિયા મહિનાના ભાડા પર આ અપાર્ટમેન્ટ લીધુ છે. રિપોર્ટ અનુસાર બાંદ્રા વેસ્ટના પાલી હિલમાં સ્થિત આ અપાર્ટમેન્ટના ભાડાના કરાક અનુસાર દર વર્ષે ભાડામાં 5 ટકાનો વધારો થાય છે. મલાઈકા 98.98 કરોડની માલિક છે. આ તેમની નેટવર્થ છે.

ત્રણ વર્ષમાં વધશે ભાડુ
દસ્તાવેજ અનુસાર ત્રણ વર્ષોમાં માસિક ભાડાની ડિટેલ આ પ્રકારે છે. પહેલા 12 મહિના માટે 1.5 લાખ રૂપિયા, બીજા 12 મહિના માટે 1.57 લાખ રૂપિયા અને બીજા એક વર્ષ માટે 1.65 લાખ રૂપિયા. ભાડા કરાર ઓફિશ્યલ રીતે 29 એપ્રિલ, 2024એ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેના ઉપરાંત ભાડુઆતે ડિપોઝીટ માટે 4.5 લાખ રૂપિયા ચુકવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application