તરસમીયા ગામેથી વિદેશી દારૂની ૯૫૯ બોટલ ઝડપાઈ

  • September 30, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તરસમીથા રોડ પર ખરસીયા વિસ્તારમાં ઉભી રહેલી એક કારમાં વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાની બાતમી મળતા કાઈમ બ્રાન્ચે રેડ પાડી એક બૂટલેગરને ૯૫૯ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. પૂછપરછમાં વધુ ત્રણ બૂટલેગરના નામ ખુલતા પોલીસે કાર સહિત કુલ રૂા.૨,૬૧,૨૮૫નો મુદ્દામાલ કબજે કરી ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા પોલીસે રેડ પાડતા સચીન વિનુભાઇ મકવાણા નામનો શખ્સ સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. પોલીસે કારની ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂની ૯૫૯ બોટલ મળી આવી હતી.પૂછપરછ દરમિયાન દારૂના બનાવમાં વિક્રમ ઉર્ફે બાદશાહ લાલજીભાઈ બારૈયા, રાહુલ ઉર્ફે ભીમો અજયભાઈ ચૌહાણ અને વસીમ ઉસ્માનભાઈ ગોરીની પણ સપાટી પર આવતાં પોલીસે આ ત્રણે શખ્સની શોધખોળ તેમજ   દારૂનો જથ્થો કોનો પાસેથી લાવવામાં આવ્યો હતો તે સહિતની બાબતો પર તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application