પ્રયાગરાજ મહાકુંભ 2025માં ભાગ લેવા માટે ગુજરાતના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ માટે શરૂ કરવામાં આવેલી એસી વોલ્વો બસ સેવા માટેનું બુકિંગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. માત્ર થોડા દિવસોમાં જ 95% બુકિંગ પૂર્ણ થઈ ગયું છે.
આ સમાચારથી શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર ફરી વળી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી આ સુવિધાથી ભક્તોને પ્રયાગરાજ મહાકુંભમાં સરળતાથી પહોંચી શકાશે. આ પેકેજમાં 3 રાત્રિ અને 4 દિવસનું રોકાણ, ભોજન અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ અંગે મળતી માહિતી મુજબ, આગામી 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી પ્રથમ વોલ્વો બસને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપોથી બસ પ્રયાગરાજ માટે રવાના થશે.
આ વોલ્વો બસ સેવાથી શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં સરળ અને સુવિધાજનક રીતે પહોંચી શકાશે. આ સેવાથી ભક્તોને લાંબી અને થાકી જાય તેવી યાત્રા કરવાની જરૂર રહેશે નહીં.
ગુજરાત સરકાર દ્વારા આ સેવા શરૂ કરવા પાછળનો હેતુ શ્રદ્ધાળુઓને સુવિધા પૂરી પારવાનો છે. સરકાર દ્વારા આપવામાં આવેલી આ સુવિધાથી ભક્તોમાં ખૂબ જ આનંદ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech