સ્પેનમાં આવેલા ભીષણ પૂરના કારણે અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં કેટલાય ઘર બરબાદ થઈ ગયા છે અને પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે. જેને હાલના વર્ષોમાં યુરોપ્ની સૌથી વિનાશક કુદરતી આફત માનવામાં આવે છે.
મંગળવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદે બુધવાર સુધી સ્પેનના દક્ષિણ અને પૂર્વીય વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. માલાગાથી વેલેન્સિયા સુધીના રસ્તા પર પૂરના કારણે વાહનો તણાયા. પોલીસ અને બચાવ ટુકડીઓએ હેલિકોપ્ટરની મદદથી લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢ્યા અને રબર બોટ વડે કારની ઉપર ફસાયેલા લોકો સુધી પહોંચ્યા.
ગઈકાલે વેલેન્સિયાના આપાતકાલીન સેવાઓ વિભાગે 92 મૃત્યુની પુષ્ટિ કરી. કેસ્ટિલા લા મંચાના પડોશી પ્રદેશમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે દક્ષિણ અંદાલુસિયામાં એક વ્યક્તિના મોતની જાણ કરવામાં આવી હતી.
યુટિએલના વેલેન્સિયન નગરના મેયર રિકાર્ડો ગેબાલ્ડને રાષ્ટ્રીય પ્રસારણકતર્િ આરટીવીઈને કહ્યું, ગઈકાલનો દિવસ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. તેમણે કહ્યું કે શહેરમાં છ રહેવાસીઓએ જીવ ગુમાવ્યો છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે, સ્પેનમાં આવેલા આ ભયાનક પૂરે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે અને રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
અહેવાલ અનુસાર, એક સ્થાનિક રહેવાસી ગિલેર્મો સેરાનો પેરેઝે કહ્યું કે જ્યારે પાણી વધવા લાગ્યું, ત્યારે તે એક વિશાળ મોજાની જેમ આવ્યું, જાણે કે તે સુનામી હોય. મંગળવારે રાત્રે અચાનક આવેલા પૂરને હજારો લોકોએ અનુભવ કર્યો હતો. રિબા-રોસા ડી તુરિયાના મેયરે કહ્યું- મુશળધાર વરસાદ એટલો તીવ્ર હતો કે થોડીવારમાં જ પાણી એકથી દોઢ મીટર સુધી વધી ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોઠડામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લેતી આજીડેમ પોલીસ
December 23, 2024 03:39 PMથર્ટી ફસ્ર્ટ માટેનો ૩૧ લાખનો વિદેશી દારૂ પકડાયો
December 23, 2024 03:38 PMઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech