BREAKING NEWS

જેતપુરમાં HDFC બેન્કમાં FD કરીને નીકળેલા ગ્રાહકના ૯૪ હજાર ઉપડી ગયા

  • May 01, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં એચડીએફસી બેંકમાં એફડી કરાવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કર્યા બાદ ઘરે આવેલ યુવાનના એકાઉન્ટમાંથી ૯૪ હજાર પિયા કોઈએ સાયબર ફ્રોડથી ઉપાડી લીધાની યુવાને સાયબર સેલમાં ફરીયાદ કરી હતી.
શહેરના દેસાઈવાડી વિસ્તારમાં રહેતા અજયસિંહ ચૌહાણ ગઈકાલે જૂનાગઢ રોડ પર આવેલ એચડીએફસી બેન્કે પોતાને ફિક્ષડિપોજીટ કરાવવાની હોવાથી ત્યાં ગયો હતો. યાં પોતાના એકાઉન્ટમાં બે લાખ એકોતેર હજાર પિયાની બેલેન્સ હોય તેમાંથી અઢી લાખની એફડી કરાવવાનું નક્કી કરી તે અંગેનું બેન્કે ફોર્મ ભરી તેની રશીદ લઈ ઘરે આવ્યો હતો. ત્યાં તેને ૭૦૧૬૬૩૮૩૯૪ અને ૮૨૬૪૮૪૭૬૨૮ મોબાઈલ નંબર પરથી કોલ આવેલ કે તમારા એકાઉન્ટમાંથી ૯૪ હજાર પિયા જેવી રકમ ઉપડી ગઈ છે. જેથી અજય હાફળો ફાફળો થઈ બેન્કે જઈને બેલેન્સ ચેક કરાવતા ૯૪ હજાર ઉપડી જ ગયેલ હતાં.
પોતાની જાણ બહાર અને હજુ થોડી વાર પેલા તો પુરા પૈસા ખાતામાં હતા અને આટલીવારમાં પૈસા ઉપડી જતા પેલા સ્ટોપ પેમેન્ટ કરાવી બેંકમાં આ અંગેની ફરીયાદ અરજી આપી તેમજ ૧૯૨૦ હેલ્પ લાઈન નંબર પર સાયબર ફ્રોડની ફરીયાદ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application