૯૨ ટકા મમ્મીઓને હાલરડાં આવડતા નથી

  • September 28, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનનાં  નાં વિધાર્થીઓએ ભવનનાં અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસન અને ડો. ધારા આર. દોશી નાં માર્ગદર્શન હેઠળ આજની માતાઓ હાલરડાં વિશે કેટલું જ્ઞાન ધરાવે છે એ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.માં એક જ એવી વ્યકિત છે જે આપણને દુનિયાથી નવ મહિના વધુ ઓળખે છે. ક્રી યારે માં બને છે ત્યારે તેનું એક નવું પ જોવા મળે છે. તેની દુનિયા બાળકની આસપાસ જ ફરતી હોય છે. બાળક ની સાર સંભાળમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે. જેમાંની એક મહત્વની બાબત માતા બાળકોને કઈ રીતે સુવડાવે છે?

ભારતીય સંસ્કૃતિમાં વર્ષેાથી પેઢી દર પેઢી માતાઓ તેના બાળકોને હાલરડાં ગાઈને સુવડાવતી આવી છે. હાલરડાં થી માતા અને બાળક વચ્ચેનો સંબધં વધુ ગાઢ બને છે. હાલરડું બાળકનાં મગજનાં ઘણાં ભાગોને વારાફરતી ઉત્તેજિત કરે છે, જે બાળકનાં મગજને વિકાસ તરફ દોરી જાય છે. હાલરડું સાંભળવાથી બાળકની ભાષા શીખવાની ક્ષમતા માં વધારો થાય છે. હાલરડાં એ દરેક નાનકડાં ભુલકાંઓનો હક્ક છે. પરંતુ કમનસીબે, આજનાં યુગમાં ઘણાં બાળકો હાલરડાંથી વંચિત જોવા મળે છે.

પ્રસ્તુત સર્વે ૨૦૨ માતાઓ પર કરવામાં આવેલો હતો. ટેલીફોનીક કે બમાં માતાઓને હાલરડાં જણાવવાનું કહેવામાં આવ્યું હતું. ૯૨.૨% માતાઓને હાલરડાં આવડતા નથી. માત્ર ૭.૮% માતાઓને જ હાલરડાં આવડે છે. ૮૭% માતાઓ પોતાના બાળકોને ફોન આપી સુવડાવે છે.સર્વેમાં પ્રાપ્ત થયેલ પરિણામોનાં કારણોમાં એવું કહી શકાય કે આજની માતાઓ પશ્ચિમી સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત થઈ છે, આપણો ભારતીય સંસ્કૃતિનો ખજાનો મૂકી તેઓએ પશ્ચિમી દેશોની નકલ કરવા માટે આંધળી દોટ મુકી છે. મોટાભાગની માતાઓને પોતે જ મોબાઇલનું એડિકશન જોવા મળે છે, જે તેના બાળકમાં આપમેળે જ રોપાય છે. આજના યુગ ની ક્રીઓની ભૂમિકાઓ વધી છે, કોઈ વાર તે બધી જગ્યાએ પહોંચી વળતી નથી તેથી બાળકને મોબાઇલ પકડાવી સુવડાવી દયે છે. બહત્પ ઓછી એવી માતાઓ જોવા મળી કે જે મોબાઇલની ગંભીર અસરો જાણે છે અને મોબાઇલથી તેના બાળકોને દૂર રાખી હાલરડાં ગાઈને સુવડાવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application