કોવિડ 19 । ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 910 કોરોના નવા કેસ, 1114 દર્દીને રજા 6 મોત : વાંચો અન્ય વિગતો

  • December 26, 2020 07:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાનો વેગ થોડો ધીમો પડ્યો હોય એમ જણાય છે. દેશમાં અન્ય રાજ્યની સરખામણીએ સૌથી ઓછા કોરોનાના કેસ આજે રાજ્યમાં નોંધાયા છે.જો કે હજી સાવધાની રાખવી જ પડશે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 910  કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 56970 કોવિડ 19ના ટેસ્ટ થયા હતા.

 

24 કલાકમાં ગુજરાતના તમામ શહેરોમાંથી 1309 દર્દી સ્વ્સ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને 6 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 240105 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 10631  છે. જેમાંથી વેન્ટીલેટરી કેર પર 62 દર્દીઓ છે. જ્યારે 10569 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 225206 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4254 પર પહોંચ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS