દક્ષિણ-પશ્ચિમ આફ્રિકન દેશ મોઝામ્બિકના ઉત્તરી કિનારે મુસાફરોથી ભરેલી બોટ ડુબી જતાં 91થી વધુ લોકોના મોત થયા છે. અધિકારીઓએ
જણાવ્યું હતું કે તે એક માછીમારી બોટ હતી જે લોકોને પરિવહન કરવા માટે ફેરવવામાં આવી રહી હતી. નમપુલા પ્રાંત નજીકના એક ટાપુ પર પહોંચવાનો પ્રયાસ કરતી વખતે મોજાંથી અથડાઈને બોટ નિયંત્રણ બહાર ગઈ ત્યારે આ અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલાઓમાં ઘણા બાળકો પણ સામેલ છે.ન્યૂઝ એજન્સીએ નામપુલા સ્ટેટ સેક્રેટરી જેમી નેટોના હવાલાથી જણાવ્યું હતું કે બોટ મુસાફરોને લઈ જવા માટે બનાવવામાં આવી ન હતી અને તેમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા, જેના કારણે તે ડૂબવા લાગી. આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા છે, જેમાં ઘણા બાળકો પણ સામેલ છે. રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમાં પાંચ લોકોને જીવતા બચાવવામાં સફળતા મેળવી છે અને અન્યની શોધખોળ ચાલુ છે. જો કે દરિયામાં ઉછળેલા મોજાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોલેરાના રોગચાળાના ડરથી લોકો માછીમારીની બોટોમાં મુખ્ય ભૂમિ છોડીને ભાગી રહ્યા હતા. આ દરમિયાન બોટ દરિયામાં ફસાઈ ગઈ અને ડૂબી ગઈ.
દુર્ઘટના સમયે બોટ મોઝામ્બિક આઇલેન્ડ તરફ જતી હતી
નમપુલા રાજ્ય સચિવ નેટોએ જણાવ્યું કે, બોટ દુર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. બચાવી લેવામાં આવેલા પાંચ લોકોમાંથી બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દુર્ઘટના સમયે બોટ મોઝામ્બિક આઇલેન્ડ તરફ જઇ રહી હતી. તે એક નાનો કોરલ ટાપુ છે, જે પૂર્વ આફ્રિકામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન રાજધાની તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આ ટાપુના નામ પરથી દેશનું નામ રાખવામાં આવ્યું છે.
મોઝામ્બિક રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે
નેટોએ જણાવ્યું હતું કે મોટાભાગના મુસાફરો કોલેરા વિશેના ડરને કારણે મુખ્ય ભૂમિમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા હતા. મોઝામ્બિક, વિશ્વના સૌથી ગરીબ દેશોમાંના એક છે. સરકારી આંકડાઓ અનુસાર, ઓક્ટોબરથી અત્યાર સુધીમાં રોગના લગભગ 15,000 કેસ અને નબળા પાણીના કારણે 32 મૃત્યુ નોંધાયા છે. નમપુલા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે. એક તૃતીયાંશ કેસ અહીંથી જ નોંધાયા છે.તાજેતરના મહિનાઓમાં, નમપુલાએ પડોશી કાબો ડેલગાડોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા જોયા છે, જેહાદી હુમલાઓથી ભાગી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસીબીની સફળ ટ્રેપ, સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
November 18, 2024 06:23 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
November 18, 2024 06:09 PMજામનગર: તીનબતી ચોક ઝુલેલાલ મંદિર પાસે બે યુવાનો પર જીવલેણ હુમલો
November 18, 2024 05:39 PMપુષ્પા-2 ફિલ્મના ટ્રેલર લોન્ચીંગમાં ઉમટી પડી જનમેદની
November 18, 2024 05:25 PMમસ્કની કંપની સાથે ઈસરો દ્વારા એડવાન્સ કોમ્યુનીકેશન સેટેલાઈટ લોન્ચ
November 18, 2024 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech