રાજકોટ ધોરણ ૧૦માં શાળાના અડધાથી પણ વધુ (૫૫ ટકા) વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં ૮૦ ટકાથી પણ વધુ ગુણ મેળવ્યા જે શાળાના શિક્ષણની શ્રેષ્ઠ તા દર્શાવે છે.કોઈ એક જ સ્કૂલમાંથી આટલી મોટી સંખ્યામાં હોનહાર તેજસ્વી તારલાઓ સમગ્ર ગુજરાતમાં ચમકી ઉઠયા હોય તેનું એકમાત્ર કારણ ૫૫ વર્ષના કેળવણીના ક્ષેત્રનો વારસો, સમર્પિત કેળવણીકારોનું સંચાલન, વિષય નિષ્ણાંત અને અનુભવી શિક્ષણગણ, બાલમંદિરથી ૧૨ ધોરણ સુધી લેવાતી વિશેષ કાળજી અને સૌથી વિશેષ રાજકોટ શહેરના વાલી ગણનો ધોળકિયા સ્કૂલ્સ પર મુકેલો વિશ્વાસ છે.

આજરોજ ધો. ૧૦ બોર્ડનું પરિણામ જાહેર થતા જ ધોળકિયા સ્કૂલનું પટાંગણ વિદ્યાર્થીઓ અને વાલીઓના ઉત્સાહ સાથે ઝૂમી ઉઠયુ હતું. આવું ધમાકેદાર પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓ ડીજેના સથવારે ધોળકિયા સ્કૂલ્સના આંગણે ઝૂમી ઉઠયા હતા. વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈઓ ખવડાવી આ
ખુશીના વાતાવરણને વધુ ખુશનુમા બનાવ્યું હતું. પોતાના સંતાનોની મહેનતના પરિણામને બિરદાવતા ધોળકિયા સ્કૂલ્સના વાલીઓએ મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંત ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયાનો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યકક્ષાએ ધોરણ ૧૨ (સાયન્સ), ધોરણ ૧૨ (કોમર્સ)માં અને ધોરણ ૧૦માં સર્વશ્રેષ્ઠ રીઝલ્ટ
મેળવી દર વર્ષે શ્રેષ્ઠ પરિણામની હેટ્રીક મેળવતી ધોળકિયા સ્કૂલ્સને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

આમ દરેક બોર્ડ રીઝલ્ટમાં ધોળકિયા સ્કૂલ્સ પોતાના રેકોર્ડ બનાવે છે અને ફરી એ જ રેકોર્ડને તોડીને નવા રેકોર્ડના ટાર્ગેટ બનાવે છે તે બદલ કૃષ્ણકાંતભાઈ અને જીતુભાઈ ધોળકિયા સ્કૂલ્સના વિદ્યાર્થીગણ, વાલીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવે
છે.ધો.૧૦ના પરિણામમાં ૯૯.૯૯ પી.આર. સાથે ૯ વિદ્યાર્થીઓ ઝળકી ઉઠયા. તેઓએ ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. ટોપ ટેનમાં ૫૪ વિદ્યાર્થીઓ, એ વન ગ્રેડ ધરાવતા ૪૧૩ વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવતા શાળાનું પરિણામ છવાઈ ગયું હતું. ૯૦થી વધુ પી.આર. મેળવનાર ૬૩ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ હતું.