રાજકોટ જિલ્લામાં ચાઇનીઝ દોરીના ૧૪૩ ફીરકા સાથે ૯ શખસો ઝડપાયા

  • January 13, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તારાયણ પર્વ નજીક આવતા જ જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણમાં ભારે વધારો થયો છે.ત્યારે લોકોના જીવન માટે જોખમપ આ દોરીના વેચાણ સામે પોલીસે લાલઆખં કરી છે. રાજકોટ જિલ્લા પોલીસે અલગ–અલગ દરોડામાં ચાઇનીઝ દોરીની ૧૪૩ ફિરકીઓ સાથે ૯ વેપારીઓને ઝડપી લીધા હતાં.આ દરોડા મેટોડા, ગોંડલ તાલુકાના વોરાકોટડા, દેરડી કુંભાજી, પીપળીયા અન ધોરાજીમાં પડવામાં આવ્યા હતાં.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સૂચનાથી રાજકોટ એસપી હિમકરસિંહએ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ સામે કડક પગલાં ભરવાની આપેલ સૂચનાથી રલ પોલીસ આક્રમક કાર્યવાહી શ કરી છે. અલગ અલગ પોલીસ મથકમાં ચાઈનીઝ દોરી વેચતા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
જેમાં મેટોડા પોલીસ મથકના પીઆઈ એચ. એસ.શર્મા અને ટીમે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૦૩ માં આવેલ દુર્ગા ચોકમાં દરોડો પાડી જાહેર રોડ પર ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતાં સુનિલ દિનેશ જાખલીયા (ઉ.વ.૨૮),(રહે. મેટોડા જીઆઇડીસી, શ્રીનાથજી સોસાયટી) પાસેથી ચાઈનીઝ દોરીની ૨૦૦ ફિરકી .૧૪ હજારનો મુદામાલ કબ્જે કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં ટીમે વોરાકોટડા ગામેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં મુકેશ હરિ મીઠાપરા નામના શખસને પકડી ચાઈનીઝ દોરીની ૪૭ ફિરકી .૬૭૫૦ નો મુદામાલ અને મોવિયા ગામ જવાના રોડ પરથી કેતન કિશોર વાઘાણી (રહે. દોમડિયા સોસાયટી, ગોંડલ) સામે કાર્યવાહી કરી ચાઈનીઝ દોરી ફિરકી ૫ નગં ઝડપી લીધો હતો.
જયારે શાપર પોલીસે વેરાવળ ખેતલા આપા હોટલ પાસેથી વિરમદેવસિંહ ઉર્ફે નાનકો કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૨૧),(રહે. શાપર) ને ચાઈનીઝ ફિરકી નંગ.૫ સાથે ઝડપી લીધો હતો. ધોરાજી સીટી પોલીસે ધોરાજીના કુંભારવાડા સ્વામિનારાયણ મંદિર પાસેથી જયદીપ ભરત શેખ નામના શખ્સને પકડી તેની પાસેથી ચાઈનીઝ દોરીની ૫ ફિરકી કબજે કરી હતી. તેમજ પીપળીયા ગામેથી અરવિંદ ઉર્ફે લૂખા ભીખો બાંભણીયા નામના શખસ પાસેથી ચાઈનીઝ દોરીની ૧ ફિરકી કબ્જે કરી હતી. યારે ગોંડલ સિટી પોલીસે ભગવતપરામાં બાપા સીતારામ ચોક પાસેથી યોગેશ ડાયા ઇસોરીયા નામના શખસ પાસેથી ચાઈનીઝ દોરીની ૫ ફિરકી કબ્જે કરવામાં આવી છે. આ ઉપરાંત જેતપુર ઉધોગનગર પોલીસે પાંચ પીપળા ગામમાં ખોડિયાર માતાના મંદિર પાસેથી રવી હરિ મકવાણા નામના શખસને ચાઈનીઝ દોરીની ૩ ફિરકી અને ગોંડલના દેરડી કુંભાજી ગામેથી પોલીસે વિજય રવજી સોલંકી નામના શખસને ચાઈનીઝ દોરીની ૨ ફિરકી સાથે પકડી પાડો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application