સતત ત્રીજા દિવસે દેશમાં નોંધાયા 4 લાખથી વધુ કેસ, 4 હજાર થી વધુના મોત

  • May 09, 2021 09:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના વાયરસ રીતસર ફાટી નીકળ્યો છે. કોરોનાની બીજી લહેરે આખા દેશને હચમચાવી દીધો છે. ભારતમાં કોરોનાના વધતા આંકડા હવે દુનિયાને પણ ડરાવવા માંડ્યા છે. દેશમાં કોરોનાની કથળી રહેલી પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 4 લાખથી વધુ નોંધાય રહી છે. 

 

 

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 4 લાખ 3 હજાર 626 નવા કોરોના કેસ સામે આવ્યા છે, જ્યારે સતત બીજા દિવસે મૃત્યુઆંક 4 હજારને વટાવી ગયો છે.

 

 

છેલ્લા એક દિવસમાં દેશમાં 4 હજાર 91 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા શુક્રવારે પ્રથમ વખત દેશમાં 4 હજાર 233 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કોરોનાના વધતા જતા કેસોમાં રાહતનો સમાચાર એ છે કે કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.

 

આ પહેલીવાર છે જ્યારે એક જ દિવસમાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યા 3 લાખ 86 હજારને વટાવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 2.22 કરોડ લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 1.83 કરોડ છે. છેલ્લા 24 કલાકમાં દર્દીઓનાં મોત બાદ દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2.42 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS