જૂનાગઢના માંગરોળ તાલુકામાં 8 કલાકમાં 9 ઈંચ વરસાદ

  • September 01, 2021 10:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જૂનાગઢના માંગરોળ તાલુકામાં 8 કલાકમાં 9 ઈંચ વરસાદ વરસ્યો. જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં મંગળવારની રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી સાર્વત્રિક વરસાદ વરસાવી દેતાં લોકો, ખેડૂતો સહિત સૌકોઇ ખુશખુશાલ થઈ 
ગયા છે. તો જિલ્લાના નવેય તાલુકામાં રાત્રિ દરમિયાન 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યા બાદ આજે વહેલી સવારથી અત્‍યારે 10 વાગ્‍યા એટલે કે ચાર કલાકમાં સાર્વત્રિક 1થી 4 ઇંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડકક 
પ્રસરી ગઈ છે. તો ગત રાત્રિથી સતત વરસી રહેલા વરસાદને કારણે મૂરઝાતા પાકોને નવજીવન મળ્યા સમાન હોવાથી ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે. ગત રાત્રિથી આજે સવારે 10 વાગ્‍યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 
સૌથી વઘુ માંગરોળમાં 127 મિમી (9 ઇંચ) અને માળિયાહાટીનામાં 162 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસ્‍યો છે, જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS