BREAKING NEWS

જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા પર હુમલો-ફાયરિંગ પ્રકરણમાં ૯ આરોપી જેલ હવાલે

  • March 30, 2026 06:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા પર હુમલો-ફાયરિંગ પ્રકરણમાં ૯ આરોપી જેલ હવાલે 

એક મહિલા સહિત વધુ ૩ આરોપીઓની અટક કર્યા બાદ અન્ય શખ્સોની શોધખોળ: સિક્કા પોલીસ દ્વારા એક આરોપીનો જેલમાંથી કબજો લેવાશે


જામનગર તાલુકાના વસઇ ગામ પાસે ગત ૨૨મી તારીખે રાત્રીના બનેલા હુમલા-ફાયરીંગ પ્રકરણમાં  આરોપીઓને હથિયારો અને વાહનો સાથે પોલીસે ત્વરીત પકડી પાડયા હતા, ત્યારબાદ આ પ્રકરણમાં એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પકડેલા અને રિમાન્ડ પર રહેલા સહિત કુલ ૯ આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે, જ્યારે ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે.

જામનગરના માજી કોર્પોરેટર અસલમભાઇ કરીમભાઇ ખીલજીએ સિક્કા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતું કે તેઓના ભત્રીજા શાહનવાઝ મહમદ હનીફભાઇ ખીલજી તથા રઉફ ગુલામહુશેન વિગેરે ત્રણ લોકો ઉપર ફાયરીંગ કરી, વસઇ ગામ પાસે થાર ગાડીને આરોપીઓની ગાડીઓએ ઠોકર મારી શાહનવાઝ હનીફભાઇ ખીલજી તથા રઉફ ગુલામહુશેન ને ફેકચરની ગંભીર ઇજા કરી, આરોપીઓ નાશી ગયેલ  હતા.

આ ગુનાને અંજામ આપનાર આરોપી અલ્તાફ ગફાર ખફી એ અન્ય આરોપીઓ સાથે મળી પુર્વ આયોજીત કાવત્રુ રચેલું અને અલ્તાફ ગફાર ખફીના કહેવાથી,અનવર ઉર્ફે અન્ના ગફાર ખફી, મુખ્યાર ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, તબરેજ મહેબુબ ખફી,મોસીન પચાસીયો વિગેરે-૦૯ વિરૂધ્ધ સિકકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન પોલીસે ૬ આરોપીઓ મોસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રુમી, હમીદ ઉર્ફે રાંઝો જાનમહમદ બ્લોચ, તબરેજ રફીકભાઈ હાલાણી,  નુરમામદ ખલીલભાઈ સિદીકી,  તોહીદખાન ઉર્ફે પપ્પુ ફિરોજખાન શેખ, અને વિજય ઉર્ફે ગોનો ધેલાભાઈ સીંગરખીયા વગેરેની ધરપકડ કરી લીધી હતી.

જેઓ પાસેથી દેશી બનાવટના બે નંગ તમંચા, ૩ નંગ જીવતા કાર્ટિસ, ૪ નંગ લોખંડ પાઇપ, ૧ નંગ લોખંડનો  કોયતો, છરી, હથોડી સહિતના હથિયારો તેમજ એક નંગ બલેનો કાર અને ૧ નંગ થાર જીપ સહિત કુલ ૧૮,૧૦૪૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં ત્રણ આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર જ્યારે ત્રણ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.

 આ પ્રકરણની તપાસ દરમિયાન પોલીસે એક મહિલા સહિતના વધુ ત્રણ આરોપીઓ ફરીદાબેન ખીરા, મુસ્તાક ઉર્ફે હુસેન બોદુભાઇ ખફી અને મુખ્તાર ખફીની અટકાયત કરી લીધી હતી. જે મહિલા સહિતના કુલ ૯ આરોપીઓને જેલહવાલે કરી દેવાયા છે.

આ ઉપરાંત આ પ્રકરણના મુખ્ય આરોપી એવા અલ્તાફ ખફી, અનવર ખફી, અને મહેબુબ ખફીને હજુ પકડવાના બાકી છે. જેમાં  અલ્તાફ ખફી હાલ જેલવાસ ભોગવી રહ્યા છે, અને જેલમાંથી તેનો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application