ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ બેવકુફ છે?

  • January 29, 2020 05:55 PM 65 views

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ શું બેવકુફ છે ? ના ના, આવું અમને નથી કહી રહ્યા પરંતુ નીલા ફિલ્મ પ્રોડકશન્સ પ્રા.લિ. દ્રારા નિર્મિત શોમાં સોસાયટીવાળાના મોબાઈલ પર આવેલો મેસેજ તેમને બેવકુફ કહી રહ્યો છે. આ મેસેજ બાદ સોસાયટીના તમામ લોકો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા છે.


ગોકુલધામ સોસાયટીમાં પહેલાં મીસ્ટર ભીડે અને પછી તમામ લોકોના મોબાઈલ પર બેવકુફનો મેસેજ આવે છે. આ મેસેજને વાંચ્યા બાદ ભીડે પોતાના તર્કથી ભાળ મેળવે છે કે આ મેસેજ કોઈ બીજાએ નહીં બલ્કે બાઘાએ મોકલ્યો છે કેમ કે યારે ભીડે થોડા દિવસ પહેલાં ગડા ઈલેકટ્રોનિક શોપમાં ગયો હતો તો બેવકુફ શબ્દનો ઉપયોગ બાઘાએ કર્યેા હતો. બસ પછી શું જેવી લોકોને ખબર પડી કે બાઘાએ આવો મેસેજ કર્યેા છે તો તમામ લોકો જેઠાલાલ પાસે ફરિયાદ લઈને પહોંચી ગયા હતા.


આ અંગે મીસ્ટર ભીડે એટલે કે મંદાર ચંદવાડકરનું કહેવું છે કે આવું અનેક વખત થાય છે કે આપણા તમામ લોકોના મોબાઈલ કોઈને કોઈ વાર આવા બેવકુફીભર્યા મેસેજ આવે છે જેને વાંચતી વખતે ગુસ્સો આવી જાય છે. બસ એ જ કહાનીના માધ્યમથી દર્શકોને બતાવવામાં આવી રહ્યું છે જે ગુસ્સાની સાથે હાસ્યનો પટારો પણ ખોલી નાખશે. એ જાણવું અમારા તમામ ગોકુલધામવાસીઓ માટે રસપ્રદ બની રહેવાનું છે કે આખરે આ મેસેજ મોકલી કોણ હ્યું છે