ફર્નીચર કામ કરનાર યુવાનને આરબીએલ બેંકના કર્મી તરીકે ઓળખ આપી એપ્લિકેશન અપડેટ કરવાની છે કહી લીંક મોકલી હતી. જે લીંક ઓપન કરતા જ યુવાનના એકાઉન્ટમાંથી રૂ.૮૪.૫૫૮ ઉપડી ગયા હતાં. જે અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
શહેરના સદભાવના રેસીડેન્સી શેરી નંબર-૧ માં રહેતા અને ફર્નિચરનું કામ કરનાર સંજય મહેશભાઈ વડગામા (ઉ.વ 36) નામના યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રત્નાકર બેંક આરબીએલનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે. જેમાં રૂપિયા બે લાખ સુધીની લિમિટ છે.
યુવાને આ લિંક ઓપન કરતા તુરંત જ ખાતું સાફ થઈ ગયું
ગઈ તા. 12/2/2025 ના સાંજના સમયે યુવાન આહીર ચોકમાં પાની દુકાન પાસે બેઠો હતો. ત્યારે અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હું આરબીએલ ક્રેડિટ કાર્ડમાંથી બોલું છું. તમારી આરબીએલની એપ્લિકેશન ફોનમાં અપડેટ કરવાની છે તમને વોટસએપમાં એપીકે લિંક ફાઈલ મોકલેલ છે. જેથી યુવાને આ લિંક ઓપન કરતા તુરંત જ તેના એકાઉન્ટમાંથી રૂપિયા 82,911 તથા રૂપિયા 1,647 ડેબિટ થયાનું ટેક્સ મેસેજ આવ્યો હતો. બાદમાં તેણે મોબાઇલમાં આરબીએલ એપ્લિકેશનમાં જોતા એમેઝોન મુંબઈમાં રૂપિયા 82,911 અને ગોરેગાંવમાં 1,647 ટ્રાન્સફર થયાનું માલુમ પડ્યું હતું.
પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
ત્યારબાદ બીજા દિવસે તા. 13/2/2025 ના તેણે આજીડેમ પોલીસ સ્ટેશનને પહોંચી આ વાત કરતા બનાવ ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતો હોય જેથી સાયબર હેલ્પલાઇનમાં ફોન કર્યા બાદ આ અંગે તેણે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech