આવ્યો ધન્ય અવસર...આવી ધન્ય ઘડી... સેંકડો વર્ષેાની પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થયા. દેશવાસીઓ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આખરે આવી પહોચી. આજે સમગ્ર અયોધ્યા નગરી તેમજ દુનિયાભરના શ્રદ્ધાળુઓ રામમય બન્યા છે. આજે શુભ મુહુર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યાના રામમંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વિધિ થઈ. ૮૪ સેકન્ડની આ વિધિનો સાક્ષી આખો દેશ બન્યો. આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સઘં પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા. ૮૪ સેકન્ડનું ખૂબ જ શુભ મુહુર્રતમાં સ્થાપના કરવામાં આવી હતી. જેમાં રામલલ્લાનો અભિષેક કરવામાં આવ્યો હતો. કાશીના જ્યોતિષી પંડિત ગણેશ્વર શાસ્ત્રીએ દ્વીડે પસંદ કરેલા મુહુર્ત પર રામલલ્લાની સ્થાપના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાધુ સંતો, બોલિવૂડ સ્ટાર સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન દ્રારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરતાની સાથે જ રામ મંદિર પરિસર જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠું હતું. હેલિકોપ્ટરથી રામ મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પૂજા વિધી બાદ પીએમ મોદીએ ભગવાન રામના ચરણોમાં દંડવત્ત પ્રાણ કર્યા હતા. આ સાથે રામ ભકતોનું સપનું સાકાર થયું છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે વસતા રામ ભકતો ઉજવણી કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ રેલીઓ કાઢવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાએ રામ ભજન ગાવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ આરતી–પૂજા થઈ રહી છે તો બીજી જગ્યાએ જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે.
'અલૌકિક ક્ષણ...' મોદીએ ટવિટ કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લખ્યું હતું કે, અયોધ્યા ધામમાં શ્રી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની અલૌકિક ક્ષણ સૌ કોઈને ભાવ–વિભોર કરનાર છે. આ દિવ્ય કાર્યક્રમનો ભાગ બનવું મારૂ પરમ સૌભાગ્ય છે. જય સિયારામ
પ્રથમ આરતી પીએમના હસ્તે
પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલ્લાની પ્રથમ આરતી પીએમ મોદીના હસ્તે કરવામાં આવી અયોધ્યા શ્રી રામ મંદિરમાં ૫ વર્ષના રામલ્લાની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલ્લાની પ્રથમ આરતી પીએમ મોદીના હસ્તે કરવામાં આવી છે. વડાપ્રધાને સંપૂર્ણ ભકિતભાવથી ઈષ્ટદેવનું પૂજન કયુ હતું.
સાધુ–સંતોને આપી દક્ષિણા
રામલલ્લાની પ્રતિષ્ઠા વિધિમાં જોડાયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગર્ભગૃહમાં હાજર તમામ સાધુ સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. હિન્દુ પરંપરા મુજબ ધાર્મિક વિધિ બાદ સાધુ સંતોને વિશેષ ભેટ આપી હતી. આ ઉપરાંત વિધિ સંપન્ન થયા બાદ પ્રધાનમંત્રી મોદી સહિતના મહાનુભાવોને રામલલ્લાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
૮૪ સેકન્ડનું હતું શુભ મુહર્ત
આજે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ૮૪ સેકન્ડનું ખૂબ જ ટૂંકા ગાળાનું શુભ મુહર્ત હતું, જેમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તેમાં કાશીના જ્યોતિષાચાર્ય પંડીત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે જે મુહુર્તની પસંદગી કરાઈ હતી. આ શુભ મુહુર્ત માત્ર ૮૪ સેકન્ડનું હતું જે ૧૨.૨૯ મિનિટ ૮ સેકન્ડથી ૧૨.૩૦ મિનિટ ૩૨ સેકન્ડનું જ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech