ચોમાસાના ૬૦ દી' પછી સૌરાષ્ટ્ર્રના ૮૨માંથી ૪૨ ડેમ ખાલી: ચિંતાના વાદળો ઘેરાયા

  • September 06, 2021 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાદરવો ભરપૂર વરસે તો જ બેડો પાર નહીં તો નર્મદા મૈયા જ તારણહાર
રાજકોટ, મોરબી, જામનગર, દ્રારકા, સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર જિલ્લાની સ્થિતિ સિંચાઈ અને પીવાના પાણી પ્રશ્ને હજુ ચિંતાજનક

 


રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ત્રણ સહિત રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના કુલ ૮૨ ડેમ પૈકી ૪૨ ડેમ હજુ ખાલી છે. ચોમાસાના બબ્બે મહિના વિતી ગયા બાદ પણ ૨૧ ડેમની સપાટી ૧૦થી ઓચી અને અન્ય ૨૧ ડેમની સપાટી ૩૦થી ઓછી છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં સંતોષકારક વરસાદ વરસ્યો નથી હવે ભાદરવો ભરપુર વરસે તો જ બેડો પાર થશે નહીં તો પછી નર્મદા મૈયા જ તારણહાર બનશે.

 


રાજકોટ સિંચાઈ વિભાગના અહેવાલ અનુસાર આજની સ્થિતિએ જળાશયોની ભરાયેલી ટકાવારી જોઈએ તો ભાદર–૧ ૩૦.૭૨ ટકા, ફોફળ ૧૯.૦૭ ટકા, આજી–૧ ૨૭.૩૨ ટકા, સોડવદર ૨૩.૫૫ ટકા, સુરવો ૫.૨૪ ટકા, ડોંડી ૪.૫૬ ટકા, ગોંડલી ૩.૫૦ ટકા, વાછપરી ૮.૯૨ ટકા, ફાડદંગબેટી ૯.૫૮ ટકા, ખોડાપીપર ૨૮.૮૫ ટકા, છાપરવાડી–૨માં ૮.૪૩ ટકા, કરમાળ ૨.૮૯ ટકા, મચ્છુ–૧ ૧૯.૯૫ ટકા, ડેમી–૨ ૧૪.૨૫ ટકા, બંગાવડી ૫.૩૧ ટકા, બ્રાહ્મણી ૨૭.૩૬ ટકા, સસોઈ ૧૫.૪૩ ટકા, સપડા ૧૬.૬૬ ટકા, ફુલઝર–૨ ૮.૨૩ ટકા, વિજરખી ૨૩.૩૧ ટકા, ડાઈમિણસર ૧૬.૬૪ ટકા, ફોફળ–૨ ૨૪.૦૭ ટકા, આજી–૪ ૧૮.૬૩ ટકા, રંગમતી ૧૧.૭૪ ટકા, કંકાવટી ૫.૭૯ ટકા, ઉંડ–૨ ૦.૩૧ ટકા, રૂપાવટી ૧.૯૫ ટકા, સસોઈ–૨ ૧૪.૮૩ ટકા, સાની ડ્રાય, ધી ૫.૩૫ ટકા, ગઢકી ૦.૦૫ ટકા, વર્તુ–૨ ૮.૦૩ ટકા, સોનમતી ૧૬.૩૫ ટકા, શેઢા ભાડથરી ૦.૦૨ ટકા, વેરાડી–૧ ૧.૩૪ ટકા, સિંધણી ડ્રાય, વેરાડી–૨ ૭.૦૮ ટકા, મિણસાર ૨.૩૫ ટકા, નાયકા ૧૧.૭૩ ટકા, લીંબડી ભોગાવો ૮.૭૯ ટકા, ફલકુ ૧૫.૮૩ ટકા, મોરસલ ૬.૧૫ ટકા, સબુરી ડ્રાય, વડોદ ૧૭.૯૯ ટકા, ધારી ૨.૬૬ ટકા, સોરઠી ૧૭.૧૮ ટકા અને સાંકરોલી ૦.૩૨ સુધી જ ભરાયેલો છે.

 


ઉપરોકત મુજબ સૌરાષ્ટ્ર્રના રાજકોટ, મોરબી, જામનગર, દ્રારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિત સાત જિલ્લાના કુલ ૮૨માંથી ૪૨ ડેમ હજુ ખાલી હોય સિંચાઈ તેમજ પીવાના પાણીના મુદ્દે સ્થિતિ ચિંતાજનક જ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS