અમદાવાદ : મોંમાં ચાંદી પડતા 80 વર્ષીય વૃદ્ધે બ્લેક ફંગસ થયાની બીકે કરી આત્મહત્યા

  • June 01, 2021 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના અમદાવાદમાં એક 80 વર્ષીય વૃદ્ધે બ્લેક ફંગસનો ચેપ લાગવાના ભયથી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વૃદ્ધે ભયના કારણે આત્મહત્યા કરી લીધી હતી. રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાયકોસિસ એટલે બ્લેક ફંગસ ઘણા દર્દીઓમાં જોવા મળી છે. 

 

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક તેની પત્ની સાથે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા અમન એપાર્ટમેન્ટ્સમાં રહેતા હતા. 80 વર્ષીય વૃદ્ધે પોતાના એપાર્ટમેન્ટની ધાબા પર જઈ જંતુનાશક દવા પી લીધી હતી. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું. 

 

વૃદ્ધને થોડા સમય પહેલા કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેઓ કોરોનાથી તો સ્વસ્થ થઈ ગયા હતા. પરંતુ તેમના મનમાં બ્લેક ફંગસને લઈ ભય બેસી ગયો હતો.  તે દરમિયાન તેમના મોઢામાં ચાંદુ પડતા તેમને ડર લાગ્યો કે તેમને બ્લેક ફંગસ થઈ ગઈ છે.   

 

વૃદ્ધએ આત્મહત્યાના કારણનો ઉલ્લેખ કરતાં એક સ્યુસાઇડ નોટ છોડી દીધી હતી. જેમાં લખ્યાનુસાર તેને ડર હતો કે તેમને બ્લેક ફંગસ થઈ છે. કારણ કે તેમને ડાયાબિટીસ પણ હતું અને તેને થોડા સમય પહેલા કોરોના પણ થયો હતો.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS