એસ્ટ્રોન ચોક, ચંદ્રેશનગર, ટાગોર માર્ગ ઉપર ૮ મિલકત સીલ

  • March 01, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ આજે એસ્ટ્રોન ચોક, ટાગોર માર્ગ અને ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાં ત્રાટકી હતી અને મિલ્કતવેરાના બાકીદારોની આઠ મિલકતો સીલ કરી હતી અને રૂ.૨૭.૨૬ લાખની વેરા વસુલાત કરી હતી. જ્યારે અન્ય ૧૧ મિલ્કતોને સીલ કરાય તે પૂર્વે બાકીદારો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તત્કાલ પૂરેપૂરી બાકી રકમનો વેરો ચુકતે કર્યો હતો.

વિશેષમાં મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, આજે વોર્ડ નં.૧માં ૮૦ ફૂટ રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨.૯૯ લાખ, વોર્ડ નં-૩માં

મોચી બાજારમાં ૧ યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૮૫,૪૫૮, શુભમ પાર્કમાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૬૮,૬૩૦, જામનગર રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૩.૦૩ લાખનો ચેક આપેલ, વોર્ડ નં.૫માં પેડક રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૦,૧૦૦નો ચેક આપેલ, રણછોડનગરમાં શેરી નં.૧માં કિરણ સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂ.૫૧,૩૦૦, ભાવનગર રોડ પર કબ્રસ્તાન સામે ભૂમિકા સ્કૂલ નજીક શોપ નં.૧ સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂ.૫૪,૧૦૫, વોર્ડ નં-૭માં કોટક શેરીમાં ૧-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫ લાખ, પ્રહલાદ રોડ ઉપર આવેલ ૧ યુનિટને સીલ, ટાગોર મેઇન રોડ પર આવેલ પાંચ યુનિટને સીલ, ટાગોર રોડ પર દ્વારકા વનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-જી/૪ ને સીલ,

ટાગોર રોડ ઉપર એક્યુરેટ સ્ક્વેર થર્ડ ફ્લોર ઓફિસ નં-૩૦૫ ને સીલ, એસ્ટ્રોન બિઝનેઝ હબ ફિફ્થ ફ્લોર પર શોપ નં-૫૦૨ સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂ.૭૨,૯૦૦, એસ્ટ્રોન બિઝનેઝ હબ ફિફ્થ ફ્લોર પર શોપ નં-૫૦૧ સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂ.૧.૧ લાખ, ટાગોર રોડ પર શ્રી કૃષ્ણા કોર્નર પર ઓફિસ નં-૪ સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂ.૭૬,૦૦૦, વોર્ડ નં.૧૩માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ૩૪-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧૫.૩૫ લાખનો ચેક આપેલ,

ચંદ્રેશનગરમાં અલ્કા સોસાયટી સામે પવન કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં.૧૦૪ ને સીલ, સમ્રાટ ઇન્ડ એરિયામાં ૧-યુનિટની સામે સિલની કાર્યવાહી કરતાં રિકવરી રૂ.૧.૧૬ લાખ સહિતની કાર્યવાહી કરાઇ હતી.

ઉપરોક્ત કામગીરી ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી તથા આસિ.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઇ હતી.


તા.૩૧ માર્ચ સુધી ટેક્સ બ્રાન્ચ એક પણ દિવસ બંધ નહીં રહે

આજથી આગામી તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી તમામ રજાના દિવસો સહિત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત શાખાની સઘન કામગીરી ચાલુ રાખવામા આવશે જેથી ટેક્સ બ્રાન્ચ એક પણ દિવસ બંધ નહીં રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application