અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો સામેની ઝુંબેશના બીજા દિવસે સાવરકુંડલા પોલીસ અને મરીન પીપાવાવ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સાવરકુંડલા પોલીસએ ગોરક્ડાના શખસના ઘરે પીજીવીસીએલની ટીમને સાથે રાખી ચેકીંગ કરતા ગેર કાયદેસર વીજ જોડાણ મળી આવતા ગુનો નોંધ્યો હતો જયારે મરીન પીપાવાવ પોલીસે સાત શખસોના ઘરે ચેકીંગ કરતા ગેર કાયદે વીજ જોડાણ મળી આવતા રૂ.૩,૭૦,૮૩૭ની ભરપાઈ કરવા નોટિસ ફટકારી વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. જયારે બે શખસોને ઝડપી લઇ તમામ સામે ગુનો નોંધ્યો છે.
રાજ્યમાં ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવા માટેના ગુહ વિભાગની સૂચના બાદ ડીજીપીએ રાજ્યની પોલીસને 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરવા માટે આપેલા આદેશના પગલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ 113 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે અને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તત્વો સામે બે દિવસથી પીજીસીએલની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ પકડી પાડી શખસો સામે ગુનો નોંધી દંડ ફટકારી વીજ જોડાણ કાપવામાં આવ્યા છે.
ઝુંબેશના બીજા દિવસે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકના પીઆઈ પી.એલ.ચૌધરી અને ટીમ દ્વારા ગોરડકા ગામે રહેતા કીશોર બાઘાભાઇ પરમારના ઘરે ચેકીંગ કરવામાં આવતા ગેર કાયદેસર વીજ જોડાણ મળી આવતા તેના વિ રૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવામા આવી છે.
જયારે પીપાવાવ મરીન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એ.આર.છોવાળાની રાહબરીમાં રાજુલા પીજીવીસીએલની ટીમને સાથે રાખી પોલીસ દ્વારા નના સાર્દુલભાઇ વાઘ, લાલા જોધાભાઇ શિયાળ, ભગવાન કાળુભાઇ વાઘ, સુમરા અરજણભાઇ વાઘ, લખમણ મુળુભાઈ વાઘ (તમામ રહે.રામપરા-2)
શીવા હમીરભાઇ વાઘ (રહે-ભેરાઇ)ના મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા કુલ રૂ. ૩,૭૦,૮૩૭નો દંડ ફટકારી ઇલેક્ટ્રિક સીટી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી વીજ જોડાણ કાપ્યા હતા. સ્થળ પરથી નના સાર્દુલભાઇ વાઘ, લાલા જોધાભાઇ શિયાળ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech