ઓમાનના દરિયાકાંઠે ડૂબી ગયેલા ઓઈલ ટેન્કરમાં ગુમ થયેલા 8 ભારતીયોને બચાવી લેવાયા

  • July 18, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જવાથી ગુમ થયેલા 16 ક્રૂ મેમ્બરમાંથી નવને બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા 9 લોકોમાંથી 8 ભારતીય અને એક શ્રીલંકાના નાગરિક છે. આફ્રિકન દેશ કોમોરોસનો ધ્વજ લહેરાવતું ઓઈલ ટેન્કર ઓમાનના દરિયાકાંઠે ડૂબી જતાં ગુમ થઈ ગયું હતું. ઓમાનના મેરીટાઇમ સેફ્ટી સેન્ટરે સોમવારે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ટેન્કર દુકમ શહેરમાં રાસ મદ્રાકાહથી 25 નોટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં ડૂબી ગયું હતું અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મેરીટાઇમ સિક્યોરિટી સેન્ટરે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'પ્રેસ્ટિજ ફાલ્કન' જહાજના ક્રૂમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકાના નાગરિકો સામેલ છે.


દુકમપોર્ટ ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે આવેલું છે, જે ઓમાનના મોટા તેલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સની નજીક છે. જેમાં એક મોટી તેલ રિફાઇનરીનો સમાવેશ થાય છે, જે દુકમના વિશાળ ઔદ્યોગિક ઝોનનો ભાગ છે. આ ઓમાનનો સૌથી મોટો એકલ આર્થિક પ્રોજેક્ટ છે.


આ જહાજ દુબઈના હમરિયા પોર્ટથી રવાના થયું હતું અને યમનના બંદર શહેર એડન તરફ જઈ રહ્યું હતું. ડુકમ પોર્ટ ઓમાનના મુખ્ય તેલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સ માટેનું મુખ્ય કેન્દ્ર છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News