જિલ્લા પંચાયતની ખાસ બેઠકમાં ૮ સમિતિઓની રચના કરાઈ

  • November 28, 2023 05:52 PM 

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બારમી ખાસ બેઠક આજે મંગળવારે મળી હતી.જેમાં જિલ્લા પંચાયતની ૮ સમિતિની રચના કરાઈ હતી. સમિતિની પુન: રચનામાં દોઢ માસનો વિલંબ થતા સભ્યોમાં કચવાટ ફેલાયો છે.સત્તાધારી ભાજપના સભ્યોનો સમિતિમાં સમાવેશ કરાયો છે.


જિલ્લા પંચાયતના હોલ ખાતે આજે મંગળવારે સવારે ૧૧.૩૦ કલાકે સામાન્ય સભાની બારમી ખાસ બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગત તા. ૨૦/૦૭/૨૦૨૩ની મળેલ સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.


ગત તા. ૧૩/ ૦૯/૨૦૨૩ના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટેની મળેલ ખાસ સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી અપાઈ હતી. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૧૪૫(૧) હેઠળ જિલ્લા પંચાયત ભાવનગરમાં છ સમિતિઓની અઢી વર્ષની મુદ્દત માટે પુન: રચના કરવામાં આવી હતી.જેમાં કારોબારી સમિતિ, સામાજીક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ વગેરે સમિતિનો સમાવેશ થાય છે.


જિલ્લા પંચાયતની આજની ખાસ બેઠકમાં આઠ સમિતીઓની રચના કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ સમિતીમાં શોભનાબેન લાઠીયા, પૂર્ણાબા સરવૈયા, આશાબા ગોહિલ, ઘનશ્યામભાઈ સિહોરા, હંસાબેન ચૌહાણ, અરવિંદભાઈ ડોડીયા, મંગુબેન ચુડાસમા જ્યારે કો.ઓપ. સભ્ય તરીકે ભારતીબેન ભીંગરાડીયા અને ધનજીભાઈ બાલધીયાનો સમાવેશ થાય છે. અપીલ સમિતીમાં રૈયાબેન મીયાણી, મધુબેન ભીંગરાડીયા, જસુભાઈ કાતરીયા, કમુબેન ચૌહાણ અને મુકેશભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. બાંધકામ સમિતીમાં ભાવુબેન મકવાણા, પ્રવીણભાઈ વાળા. દશરથભાઈ જાની, મમતાબેન શેટા અને મુકેશભાઈ દેવશીભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. સામાજીક ન્યાય સમિતીમાં ચેરમેનપદે હંસાબેન ભોજ, અરવિંદભાઈ ખરાડી, હરજીભાઈ અણઝારા, અમરાભાઈ રાઠોડ, કીરીટભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. કારોબારી સમિતીમાં ચેરમેન પદે ‚ખડભાઈ ચૌહાણ જ્યારે સભ્યપદે રૈયાબેન મિયાણી, ભરતસિંહ ગોહીલ, પ્રવીણભાઈ વાળા, રજનીકાંન્તભાઈ ભટ્ટ, જશુભાઈ કાતરીયા, શોભાબેન રાઠોડ, રાજલબેન સોરઠીયા, મમતાબેન શેટા, આરોગ્ય સમિતીમાં સોનલબેન ગોહિલ, મધુબેન ભીંગરાડીયા, અશોકભાઈ સોલંકી, અરવિંદભાઈ ડોડીયા, કમુબેન ચૌહાણ, મહિલા અને બાળ વિકાસ સમિતીમાં જીકુબા ગોહીલ, હંસાબેન ચૌહાણ, બચુબેન ગોહીલ, આશાબા ગોહીલ, પૂર્ણાબા સરવૈયા, સિંચાઈ સમિતીમાં કાંતાબેન મકવાણા, જીકુબેન ગોહીલ, બચુબેન ગોહીલ, મંગાભાઈ બાબરીયા, શાંતુબેન ચૌહાણનો સમાવેશ થાય છે.


ગુજરાત પંચાયત અધિનિયમ- ૧૯૯૩ની કલમ-૧૪૫(૨) હેઠળ જિલ્લા પંચાયત ભાવનગરની બે સમિતિઓની અઢી વર્ષની મુદત માટે પુન: રચના કરાઈ હતી.જેમાં ઉત્પાદન સહકાર અને સિચાઈ સમિતિ, મહીલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ વગેરે સમિતિનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application