યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ અને રૂક્ષમણીજીના લગ્નવિવાહ ઉજવાયા

  • April 06, 2020 11:46 AM 351 views

રૂક્ષમણી વિવાહના દર વર્ષ ચાર દિવસ ઉજવતા પ્રસંગે આ વર્ષ માત્ર એક કલાકમાં પરંપરાગત રીતે ક્ષમણી અને દ્વારકાધીશના લગ્ન વિવાહ ઉજવાયો: દ્વારકાધીશ જગતમંદિરના શિખરપર નુંતન ધ્વજા આરોહરણ કરાયું


યાત્રાધામ દ્વારકામાં દર વર્ષ પરંપરાગત રીતે રૂક્ષમણીજીના અને દ્વારકાધીશના લગ્ન વિવાહ પ્રસંગ ચાર દિવસ સુધી ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષમણીજીના સાંજીના ગીતો સંગીત સંધ્યા છપ્પનભોગ ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષમણીજીનો વરધોડો શહેરમાં કાઠવામાં આવતો હોય જેવા ધાર્મીક કાર્યક્રમો ધામધૂમ પૂર્વક રીતે ઉજવાતા હોય છે. 
આ વર્ષ સમગ્ર દેશમાં કોરોના મહામારી તેમજ લોક ડાઉન લિધે ચાર દિવસ ની બદલે આજ અગિયારરસ ના દિવસે સવારે દસ કલાકે રૂક્ષમણી મંદિર પરિસરમાં ગ્રહશાંતી તેમજ માત્ર એક કલાક અગિયાર થી બાર વાગ્યા સુધી ધાર્મિક મંત્રોચારથી શ્લોકોથી રાજરાજેશ્વરી રૂક્ષમણી માતાજી ના લગ્નવિધીની રાજા રાજાધીરાજ દ્વારકાધીશ સાથે રૂક્ષમણી મંદિરના પુજારી અરૂણભાઇ દવે પરિવાર દ્વારા પરંપરાગત રીતે સાદાઇથી ઉજવામાં આવ્યા હતા અને દ્વારકાધીશ જગતમંદર શિખરપર ધ્વજા આરોહરણ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application