જીલ્લામાં 7883 લોકોએ લીધી વેકસીન

  • June 16, 2021 10:49 AM 

3.14 લાખ લોકોએ પ્રથમ ડોઝ અને 70211 લોકોએ બીજો ડોઝ લીધો : યુવા વર્ગમાં પ્રથમ ડોઝમાં 3610, 45 વર્ષની ઉપરના 4055 લોકોએ વેસીની લીધી

જામનગર શહેર જીલ્લમાં વેકસીનની કામગીરી પુરઝડપે ચાલી રહી છે, ખાસ કરીને 45 વર્ષથી નીચેના લોકો વેકસીન વધુ લે તે માટેના પ્રયાસો થઇ રહયા છે, જામનગર જીલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 3.14 લાખ પર પહોંચી છે જયારે બંને ડોઝ લેનારા 70211 લોકાનો સમાવેશ થાય છે.

જાણવા મળતી માહિતી મુજબ બંને ડોઝ લેનારાની સંખ્યા વધતી જાય છે, જીલ્લામાં નોંધાયેલા રસીકરણના 45 વર્ષથી મોટી ઉમરના 4055 લોકોએ રસી લીધી હતી, રસીનો પ્રથમ ડોઝ લેનારાની કુલ સંખ્યા 246239 થઇ છે, જયારે ગઇકાલે વધુ 3610 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, જયારે 18 થી 44 વર્ષના રસી લેનાર લોકોની સંખ્યા 67957 થઇ છે, અત્યાર સુધીમાં તમામ વયના કુલ 314196 લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે, જયારે 45 વર્ષથી મોટી ઉમરના 208 લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા 70211 થઇ છે, આમ જીલ્લામાં 7833 લોકોએ રસીકરણનો લાભ લીધો હતો.

થોડા દિવસ પહેલા જ જામનગર મહાપાલીકા વેકસીનની કામગીરીમાં પ્રથમ આવી હતી, ડો. ઋતુજા, ડો. દિલીપ પંચાલ, ડો. ગોરી સહિતના ડોકટરો વેકસીનેશનની સતત કામગીરી કરી રહયા છે. અને યુવાનો વધુને વધુ વેકસીન લે તે માટે તંત્ર દ્વારા પણ પ્રયાસો થઇ રહયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS