પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા હતા. આ કાર્યવાહી બાદ, અટારી બોર્ડરથી 786 પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા હતા, જ્યારે 1616 ભારતીયો પાકિસ્તાનથી પાછા ફર્યા છે. આ આંકડા 24 એપ્રિલથી 29 એપ્રિલ સુધીના છે.
27 એપ્રિલના રોજ સૌથી વધુ પાકિસ્તાનીઓ પરત ફર્યા હતા. આ દિવસે 237 પાકિસ્તાનીઓ પોતાના દેશ પરત ફર્યા. જ્યારે 25 એપ્રિલે 191 પાકિસ્તાનીઓ પોતાના દેશ પરત ફર્યા. જ્યારે, 24 એપ્રિલે 28, 26 એપ્રિલે 81, 29 એપ્રિલે 145 અને 29 એપ્રિલે 104 ને પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા હતા.
પાકિસ્તાનથી પરત ફરતા ભારતીયોની વાત કરીએ તો, 24 એપ્રિલે 105 ભારતીયો, 25 એપ્રિલે 287, 26 એપ્રિલે 342, 27 એપ્રિલે 116, 28 એપ્રિલે 275 અને 29 એપ્રિલે 491 ભારતીયો પાછા ફર્યા હતા. કુલ સંખ્યા ૧૬૧૬ છે.
ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે એક મોટો નિર્ણય લીધો હતો અને તાત્કાલિક અસરથી પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા હતા. આગામી નિર્ણય સુધી કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારતીય વિઝા મળશે નહીં. આ ઉપરાંત, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની રાજદ્વારીઓને 7 દિવસની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ટાળવાની સલાહ આપી હતી અને પાકિસ્તાનમાં હાજર લોકોને શક્ય તેટલી વહેલી તકે ઘરે પાછા ફરવાની સલાહ આપી હતી.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત સરકારે પાકિસ્તાની નાગરિકો માટે તાત્કાલિક અસરથી વિઝા સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા રદ કરવામાં આવ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોએ સુધારેલા વિઝા સમયગાળાની સમાપ્તિ પહેલાં ભારત છોડી દેવું પડશે. આ નિર્ણય સીસીએસની બેઠકમાં લેવામાં આવ્યો હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ પછી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, તેના એક દિવસ પછી વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક યોજાઈ હતી.
પાકિસ્તાનને કડક સંદેશ આપતાં, ભારતે તેની સાથે રાજદ્વારી સંબંધોમાં મોટા પાયે ઘટાડો, છ દાયકાથી વધુ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને અટારી ચેકપોસ્ટ બંધ કરવા સહિત અનેક નિર્ણયો લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવાઇચોકમાં પાકિસ્તાની ઝંડાની રંગોળી બનાવીને પાકિસ્તાન મુર્દાબાદ લખાયું
April 30, 2025 05:38 PMઆવતીકાલથી બદલાશે આ નિયમો, જેની સીધી અસર થશે તમારા ખિસ્સા પર, વાંચો તમારા માટે શું મોંઘુ થશે
April 30, 2025 05:36 PMરિલાયન્સ દ્વારા હર્ષદપુરમાં નવા શાળા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો
April 30, 2025 05:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech