પોસ્ટઓફિસ દ્વારા પેન્શનધારકો અને વિધવા સહાય ખાતેદારોને ઘર બેઠાં પેન્શન ચૂકવવાની વ્યવસ્થા

  • April 04, 2020 11:22 AM 379 views

પોસ્ટ ઓફિસ બેંકિંગ સેવા દ્વારા એક દિવસમાં 10000/- ની રકમ ઉપાડી શકાશે

ભારત સરકારે ભારતીય ટપાલ ખાતા દ્વારા આપતી સેવાઓને આવશ્યક સેવાઓમાની એક સેવા જાહેર કરેલ છે.  ત્યારે પોસ્ટ ઓફિસ પેન્શન મેળવતા પેન્શનરો તથા ગંગા સ્વરૂપના ખાતા ધરાવનારા ખાતેદારોને આ કપરા સમયમાં તેમના દરેક નાણાકીય વ્યવહાર સચવાઈ રહે અને તેમને જરૂરી નાણાં તેમના ઘરે જ મળી રહે તે હેતુથી ભારતીય ટપાલ વિભાગે ખાસ વ્યવસ્થા કરેલ છે.  પોસ્ટ ઓફિસેથી પેન્શન મેળવતા પેન્શનરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓએ તેમની નજીકની પોસ્ટ ઓફિસ કે પોસ્ટમેનનો સંપર્ક કરી તેમને જેટલા નાણાં ઉપાડવાની જરૂર હોય તે જણાવે જેથી તેઓને જોઈતી રકમનું ચૂકવણું તેમના ઘરે જ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ ગંગા સ્વપ (વિધવા સહાય) સહાયતાનું ચૂકવણું પણ જે તે લાભાર્થીને તેમના ઘરે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.  તે માટે દરેક લાભાર્થી બહેનોને વિનંતી કે તેઓએ તેમના વિસ્તારના પોસ્ટમાસ્તર-પોસ્ટમેન-બ્રાન્ચ પોસ્ટમાસ્તર કે ગ્રામીણ ડાક સેવકનો સંપર્ક કરી તેમને ખાતામાં જમા થયેલ રકમનો ઉપાડ તે પોતાના ઘરે જ મેળવી શકે છે.


આ ઉપરાંત ભારતીય ટપાલ વિભાગ દ્વારા  (આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ) દ્વારા વૃદ્ધ, બીમાર તેમજ અશક્ત વ્યક્તિઓ માટે તેઓના ઘરે જ તેઓના આધાર તેમજ મોબાઈલથી લિન્ક કોઈ પણ બેન્કના ખાતામાથી ઉપાડ કરવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.  તે માટે તેઓએ આધાર નંબર તથા  માટે બેન્ક સાથે લિંક્ડ મોબાઈલ નંબર જણાવી એક દિવસ માટે મહત્તમ ા.10000/-સુધીની રકમનો ઉપાડ કરી શકશે આવા ખાતેદારોને નજીકની પોસ્ટ ઓફિસ અથવા કંટ્રોલ મ ફોન નં.0288-2676592 પર સંપર્ક કરી જાણ કરશે તો તેઓને જરૂરી નાણાની વ્યવસ્થા પોસ્ટ ઓફિસ કર્મચારીઓ દ્વારા તેમના ઘરે જ કરી આપવામાં આવશે. આ કામગીરી દરમ્યાન દરેક કર્મચારીએ પ્રવર્તમાન કોરોના વાઇરસને લગતી જરૂરી તકેદારી જેમ કે સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ કોઈપણ જગ્યાએ ભીડ એકઠી ન થાય તેની ખાસ કાળજી રાખવાની વિનંતી કરવામાં આવે છે તેમ સુપ્રિટેંડન્ટ ઓફ પોસ્ટ ઓફિસિઝ, જામનગરની યાદીમાં જણાવાયું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application