77-વિધાનસભા મત વિસ્તારના રોડના વિવિધ કામો થયા મંજુર

  • August 06, 2021 10:48 AM 

ગ્રામ્ય ધારાસભ્યની યાદીમાં દશર્વિાતી વાસ્તવીકતા

જોડીયા તાલકુાની સને 2021-22 ના વર્ષની એ.ટી.વી.ટી.ની મીટીંગ તાલુકા પંચાયત જોડીયા ખાતે મળેલ હતી આ મીટીંગમાં મારા મત વિસ્તારના જોડીયા તાલુકાના જુદા જુદા ગામોના સરપંચઓ, આગેવાનો અને કાર્યકરો દ્વારા વિવિધ કામો સુચવેલ જે આ મીટીંગમાં મેં મંજુર કરાવેલ છે.

હડીયાણા ગામે વાવડી રોડથી રામજીભાઇ કાબાભાઇ દેવીપુજકના ઘર તરફ સી.સી. રોડનું કામ (મંજુર થયેલ રકમ ા. ર લાખ) તથા હડીયાણા ગામે અજા વિસ્તારમાં માવજી મકવાણાના ઘરથી પમીબેનના ઘર તરફ પેવર બ્લોકનું કામ (મંજુર થયેલ રકમ ા.1,50,000 તેમજ નેસડા ગામે હનુમાન મંદિરથી ભરતભાઇ નારણભાઇના ઘર સુધી સી.સી. રોડનું કામ (મંજુર થયેલ રકમ ા. 2,60,000 ના કામોનો સમાવેશ થાય છે.

વધુમાં બાલાચડી ગામે પ્રાથમિક શાળામાં ખુટતા પેવર બ્લોકનું કામ (મંજુર થયેલ રકમ ા. 2,50,000 જોડીયા ગામે ભગાભાઇ પાનવાળાની શેરીમાં નગર નાકા બહાર પેવર બ્લોકનું કામ (મંજુર થયેલ રકમ ા. 2,50,000 તથા જોડીયા ગામે ગાંધી શેરીમાં ગરબી ચોકમાં પેવર બ્લોકનું કામ (મંજુર થયેલ રકમ ા. 1,50,000), જોડીયા ગામે તાલુકા શાળા નં. 1માં સી.સી. ફલોરીંગ તથા મઘ્યાહન ભોજન શેડ બનાવવાનું કામ (મંજુર થયેલ રકમ ા. 17,70,000 જોડીયા ગામે લક્ષ્મીપરા તાલુકા શાળા નં. ર માં સી.સી. ફલોરીંગ તથા મઘ્યાહન ભોજન શેડ બનાવવાનું કામ (મંજુર થયેલ રકમ ા. 2,11,000.

આણંદા ગામે જાપાથી અશોકભાઇ માધવજીભાઇના ઝાલાના ઘર સુધી સી.સી. રોડનું કામ (300મીટર) (મંજુર થયેલ રકમ ા. 434000) આણંદા ગામે ધનીબેન લખુભાઇના ઘરથી જગાભાઇ રતાભાઇના ઘર સુધી ભુગર્ભ ગટરનું કામ (મંજુર થયેલ રકમ ા. એક લાખ તેમજ બારાડીગામે કેશુ ટીડાના ઘરથી રાયમલ મેસુરના ઘર સુધી ભુગર્ભ ગટરનું કામ (મંજુર થયેલ રકમ ા. 2,50,000 તથા બેરાજા ગામે નરસંગ રાણાના ઘરથી ધારા ટીડાના ઘર સુધી ભુગર્ભ ગટરનું કામ (મંજુર થયેલ રકમ ા. બે લાખ), બેરાજા ગામે જુના પાણીના સંપ પાસે 50 હજાર લીટરની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવાનું કામ (ડોમટાઇપ) (મંજુર થયેલ રકમ ા. પાંચ લાખ), ઉપરાંત લખતર ગામે શીવનગર વિસ્તારમાં ખુટતી ભુગર્ભ ગટરનું કામ (મંજુર થયેલ રકમ ા. પાંચ લાખ), લખતર ગામે પીવાના પાણીનો ઓવરહેડ ટેન્ડની બાજુમાં પાણીનો સંપ બનાવવાનું કામ (મંજુર થયેલ રકમ ા. પાંચ લાખ) તથા ખીરી ગામે અજા વિસ્તારમાં મહારાજના ઘરથી સુખાભાઇના ઘર સુધી પાણીની પાલપલાઇનનું કામ (મંજુર થયેલ રકમ ા. 1,50,000 નો સમાવેશ થાયછે. તેમ જામનગરના ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS