BREAKING NEWS

જામનગર: ધ્રોલ પંથકમાં વિદેશી દારૂના ૭૬ ચપટા સાથે બે શખ્સ પકડાયા

  • July 04, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલ પંથકમાં વિદેશી દારૂના ૭૬ ચપટા સાથે બે શખ્સ પકડાયા

ધ્રોલના ડાંગરા અને હાડાટોડા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દારૂ અંગે દરોડા પાડી કુલ બે શખ્સોને ૭૬ ચપટા સાથે પકડી લીધા હતા, જયારે ખંભાલીંડા ગામના શખ્સને ૩૦ ચપટા સાથે ખારા વિસ્તારમાં પકડી લીધો હતો. 

ધ્રોલના ડાંગરા ગામમાં રહેતા કિરણસિંહ ઉર્ફે કરણસિંહ જામભા જાડેજા (ઉ.વ.૪૫)ના ભોગવટાના મકાને સ્થાનીક પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ દારૂના ૮ ચપટા સાથે પકડી લીધો હતો.

બીજા દરોડામાં જામનગર નજીક મોરારદાસના ખંભાલીંડા ગામમાં રહેતા વિશ્ર્વરાજસિંહ અશોકસિંહ જાડેજા નામનો શખ્સ દારૂના ચપટના હેરાફેરી કરે છે જેના આધારે એલસીબીએ ખારા વિસ્તાર પાસેથી ૩૦ નંગ ચપટા સાથે પકડી લીધો હતો, તપાસ દરમ્યાન એક શખ્સની સંડોવણી સામે આવી હતી જેના મોબાઇલ નંબરના આધારે તપાસ લંબાવવામાં આવી હતી.

આ ઉપરાંત ધ્રોલના હાડાટોડામાં રહેતા વિજયસિંહ ઉર્ફે પિન્ટુભા ગુણવંતસિંહ જાડેજાની વાડીની ઓરડીમાં ધ્રોલ પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂના ૬૮ ચપટા સાથે દબોચી લીધો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application