જીવદયા ઘર ટ્રસ્ટ દ્રારા સંચાલિત મહાપાલિકાના ઢોર ડબ્બામાં ફકત છેલ્લા ત્રણ મહિનામાં જ કુલ ૧૩૪૫માંથી ૭૫૬ પશુઓના મોત થયાનો શરમજનક લેખિત એકરાર મહાપાલિકા તંત્રએ જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં કર્યેા છે. જો કે આ મામલે આજ દિવસ સુધી કોઇ સામે પગલાં લેવાયા નથી કે કાર્યવાહી કરાઇ નથી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં વોર્ડ નં.૧૫ના કોંગ્રેસના કોર્પેારેટર કોમલબેન રબારી (ભારાઇ)એ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં મહાપાલિકા તંત્રએ જણાવ્યું છે કે તા.૧૫–૬–૨૦૨૪ની સ્થિતિએ ઢોર ડબ્બામાં ૧૩૪૫ ઢોર હતા જેમાંથી તા.૧૨–૯–૨૦૨૪ સુધીમાં ૭૫૬ ઢોરના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા ઢોરની લાઈવ સ્ટોક રજીસ્ટરમાં નોંધ રાખવામાં આવે છે તેમજ મૃત્યુ પામેલા પશુઓનો કન્ઝરવન્સી વિભાગ દ્રારા સોખડા ખાતે નિકાલ કરવામાં આવે છે. મહાપાલિકા તંત્રએ આપેલા જવાબમાં ઉમેયુ છે કે, તા.૧૫–૬–૨૦૨૪ સુધી જીવદયા ઘર ટ્રસ્ટ સંચાલિત ઢોરડબ્બામાં કુલ ૧૩૪૫ ઢોર હતા જેમાં ૧૬૬ ગાય, ૮૫ વાછરડી, ૨૧૦ બળદ–ખૂંટ, ૮૭૫ વાછરડા, પાંચ પાડી અને ચાર બકરી સમાવિષ્ટ્ર છે આ મુજબ કુલ ૧૩૪૫ ઢોરમાંથી તા.૧૨–૯–૨૦૨૪ સુધીમાં ૭૫૬ ઢોર મૃત્યુ પામ્યા છે. મતલબ કે ઢોર ડબ્બામાં જેટલા પશુઓ હતા તેનાથી અડધો અડધ પશુઓના મૃત્યુ થયા છે. અલબત્ત મૃત્યુ પામેલા પશુઓની જાતિ–પ્રકાર મુજબની વર્ગીકૃત વિગતો અપાઇ નથી.
માલધારી સમાજના આગેવાનો દ્રારા ચોમાસામાં ભારે વરસાદ બાદ ઢોર ડબ્બામાં ઘાસચારા તેમજ સારવારના અભાવે તેમજ બેફામ ગંદકી અને માખી મચ્છરના ઉપદ્રવને કારણે અનેક પશુઓના મોત નિપયાની મહાનગરપાલિકા તત્રં તેમજ પોલીસમાં ફરિયાદ અરજી આપી રજુઆત કરવામાં આવી હતી. આ મામલે કોર્પેારેટર કોમલબેન રબારી (ભારાઇ)એ જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં ઢોરરડબ્બામાં થયેલા પશુઓના મોત મામલે પ્રશ્ન ઇનવર્ડ કરાવતા ઉપરોકત ચોંકાવનારી વિગતો સામે આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech