ફલ્લામાં એગ્રો કેમિકલ્સની દુકાનમાંથી રોકડા 75 હજારની ઉઠાંતરી

  • July 01, 2021 11:33 AM 

પખવાડિયા પૂર્વે અજાણ્યો શખ્સ કળા કરી ગયો

જામનગર નજીક ફલ્લા ગામમાં ગણેશ મીની કોમ્પલેક્ષ ખાતે આવેલી ગુજરાત એગ્રો કેમિકલ્સ જંતુનાશક દવાની દુકાનમાંથી પખવાડિયા પૂર્વે કોઈ અજાણ્યો શખ્સ 75 હજાર રોકડ ભરેલુ પર્સ ચોરી કરીને નાસી છૂટયાની ગઈકાલે ફરિયાદ દાખલ થઇ છે.

જોડિયા તાલુકાના નેસડા ગામમાં રહેતા વેપારી સુનિલ કારૂભાઈ લેયા ( ઉં.વ.30 )ની ફલ્લા ગામમાં ગણેશ મીની કોમ્પલેક્ષ ખાતે માલિકીની ગુજરાત એગ્રો કેમિકલ્સ જંતુનાશક દવાની દુકાન આવેલી છે. ગત તારીખ 15 ના સમય દરમિયાન દુકાનના થડા પર રાખેલા થેલામાંથી કોઈ અજાણ્યા શખ્સે પર્સ કાઢીને તેમાં રહેલા રૂપિયા 75 હજાર રોકડા ભરેલુ પર્સ ચોરી કરીને લઇ ગયો હતો.

આ બનાવ અંગે સુનિલભાઈ દ્વારા ગઈકાલે પંચકોશી એમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરીને આજુબાજુના સીસી ફૂટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી લંબાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS