અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાનાર છે. જેને લઈને ફાયરની ટીમોએ પણ કમર કસી છે. કોન્સર્ટ દરમિયાન સ્ટેડિયમની ફરતે 75 ફાયર માર્શલ ખડેપગે રહેશે. બીજી તરફ ફાયર સેફ્ટીને લઈને કોલ્ડપ્લના આયોજકો દ્વારા પણ પોતાની અલગથી ફાયર ટીમ તૈયાર કરી છે અને કોન્સર્ટ દરમિયાન આ ટીમ ખડેપગે રહેશે
આ કોન્સર્ટ દરમિયાન જો આગ કે અકસ્માતની ઘટના બને તો તેને પહોંચી વળવા માટે ખાસ કોડ રાખવામાં આવ્યાં છે. જો આગ લાગે તો 'કોડ રેડ' એક્ટિવ થશે. જ્યારે આખું સ્ટેડિયમ ખાલી કરવાની ફરજ પડે તો 'વોક ડોન્ટ રન' કોડનો ઉપયોગ કરવામાં આવશે. કોલ્ડપ્લેની ટીમ દ્વારા નાનામાં નાની ફાયર સેફ્ટીને લગતી માહિતી અમદાવાદ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.
દુર્ઘટના સમયે પહોંચી વળવા વિવિધ કોડોનો ઉપયોગ
કોલ્ડપ્લે કોન્સર્ટમાં જ્યારે ઇમરજન્સી અને આગ લાગવાની ઘટના બને તો લોકોને કેવી રીતે બહાર કાઢવા તેના માટે અલગ-અલગ કોડ રાખવામાં આવ્યો છે. જ્યારે કોઈ બોમ્બની ધમકી, સ્ટેજ પડવાની ઘટના, આગ અથવા તો બચાવની જરૂર પડે ત્યારે ‘યલો કોડ’ રાખવામાં આવ્યો છે. જ્યારે આગની ઘટના માટે ‘રેડ કોડ’ રાખવામાં આવ્યો છે. મેડિકલ ઈમરજન્સી ઉભી થાય તેના માટે ‘બ્લ્યુ કોડ’ રખાયો છે. સુરક્ષાનો સવાલ ઉભો થાય ત્યારે તેના માટે ‘બ્લેક કોડ’ રાખવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ગેટની બહાર, સ્ટેજની પાછળ, સ્ટેડિયમમાં વચ્ચેના ભાગે ફાયર માર્શલ મૂકવામાં આવશે.
ફાયર વિભાગની તમામ તૈયારી
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોન્સર્ટમાં તમામ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ લગાવવામાં આવી છે. ઈલેક્ટ્રીક ટેમ્પર આખું આયોજન થયું હોય, ત્યારે કોઈ આગ અકસ્માતની ઘટના બને તો પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ અને કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકો દ્વારા તૈયારીના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાયર સિસ્ટમની પૂરતી સુવિધા છે. જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે તાત્કાલિક બહાર નીકળવા માટે એક્ઝિટ ગેટ સહિતની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયરોની ટીમ ખડેપગે રહેશે
ઇલેક્ટ્રિકલ સિસ્ટમને લઈને પણ અલગથી એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયરોની ટીમ ત્યાં રાખવામાં આવશે. આ સાથે સ્ટેજ ઉપર જે આખું કાળા કલરના પડદાઓ લગાવવામાં આવે છે, તેમાં આગ ન લાગે તેના માટે અલગથી એક સ્પ્રે લગાવવામાં આવે છે. જે સ્પ્રેથી આગ ઝડપથી પ્રસરતી નથી. તમામ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. મ્યુનિ.ના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ અને 50 ફાયર જવાનો સહિતની પાંચથી વધુ ગાડીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંદોબસ્ત માટે રાખવામાં આવી છે.
પોતાનું વાહન લઈને આવતા હોય તો કઈ રીતે પહોંચવું?
25 અને 26 જાન્યુઆરીના દિવસે બપોરના 12.30 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો આવતો- જતો માર્ગ વાહન વ્યવહારોની અવર-જવર માટે બંધ કરવામાં આવશે. જ્યાં સુધી કોન્સર્ટ પૂરો ના થાય ત્યાં સુધી આ રસ્તો વાહનોની અવરજવર માટે પ્રતિબંધ રહેશે. જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે.
પાર્કિંગની વ્યવસ્થા કેવી રહેશે
સ્ટેડિયમથી 2.5 કિલોમીટર સુધીમાં કુલ 14 પ્રાઈવેટ પાર્કિંગ ઊભા કરાયા છે. જે મોબાઈલ એપ્લિકેશનની મદદથી વાહન પાર્ક કરી શકશે. આ 14 પાર્કિંગ પ્લોટ પૈકી સ્ટેડિયમની અંદર બે પાર્કિંગ પ્લોટ વીઆઈપી તથા વીવીઆઈપી માટે રખાયા છે. જ્યારે બાકીના 12 પેક્ષકો માટે રખાયા છે. 14 પ્લોટમાં 16 હજાર વાહનની કેપેસિટી છે.
3825 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાની છે. બે દિવસના આ કોન્સર્ટમાં બે લાખથી વધુ લોકો આવવાના છે. જેના પગલે શહેર પોલીસે સુરક્ષાનો એકશન પ્લાન તૈયાર કરી દીધો છે. 14 ડીસીપી, 25 એસીપી, 63 પીઆઈ, 142 પીએસઆઈ તથા 3581 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 3825 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. સાથે જ એનએસજી કમાન્ડોની ટીમ પણ તૈનાત રહેશે. જેમાં સ્ટેડિયમની બહારથી લઈને અંદર સુધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેડિકલના 11 ડોમ, 7 એમ્બ્યુલન્સ, 2 મિનિ હોસ્પિટલ (3 બેડવાળી), 6 ઈન્ફર્મેશન ડેસ્ક હશે. આ કોન્સર્ટમાં 5 વર્ષથી નાના બાળકોને પ્રવેશ એન્ટ્રી નહીં મળે. સાથે જ પ્રેક્ષકોને ઈયર પ્લગ અપાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ ગંભીરે મારી નાખવાની ધમકી દીધી હોવાનો પૂર્વ ક્રિકેટરનો આક્ષેપ
January 24, 2025 10:42 AMમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech