જિયો ટૂગેધર: જિયો જિયોફોન યુઝર્સને જરૂરિયાતના સમયે 10 ગણા લાભ આપશે

  • April 01, 2020 11:02 AM 475 views

તા. 17 એપ્રિલ સુધી કોલની 100 મિનિટ અને 100 પૂરક એસએમએસ મેળવો અને વેલિડિટી પછી પણ ઇનકમિંગ કોલ મળવાનું ચાલુ રહેશે

જિયો પોતાના માટે, તેમજ મિત્રો, પરિવારજનો અને પ્રિયજનો માટે ઓનલાઇન રિચાર્જ કરાવતા યુઝર્સની નોંધપાત્ર રીતે ઊંચી ટકાવારી ધરાવે છે, ફિઝિકલ રિટેલ સ્ટોર્સમાં રિચાર્જ કરાવતા અને હાલ લોકડાઉનને કારણે મુશ્કેલી અનુભવતા લોકો માટે જિયોએ યુપીઆઈ, એટીએમ, એસએમએસ, કોલ વગેરે  જેવા રિચાર્જના વૈકલ્પિક માધ્યમો પૂરાં પાડ્યાં છે, પણ જિયો પાસે જાણકારી છે કે, ઉપરોક્ત પહેલો છતાં જિયોના કેટલાંક યુઝર્સ રિચાર્જ કરવા સક્ષમ નથી અને હાલના મહત્ત્વપૂર્ણ સમયગાળામાં એની સૌથી વધુ જરૂરિયાત ધરાવે છે એટલે જિયો એના જિયોફોન યુઝર્સ માટે વધારે કામ કરે છે અને પ્રદાન કરે છે.
તા. 17 એપ્રિલ, 2020 સુધી દેશમાં કોઈ પણ જગ્યાએ કોલની 100 મિનિટ અને 100 એસએમએસ ફ્રી તેમજ જિયોફોનનાં તમામ યુઝર્સ વેલિડિટી પછી ઇનકમિંગ કોલ મેળવશે, જિયો એના યુઝર્સને સતત સાથસહકાર આપશે અને અભૂતપૂર્વ મૂલ્ય પ્રદાન કરવાનું ચાલુ રાખશે, કોવિડ-19 કટોકટીમાંથી ભારત વધારે મજબૂત થઈને બહાર આવશે, જિયો ટૂગેધર...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application