થાનમાં ૩ દિવસમાં ૭૩ સંક્રમિત, મંગળવારે ૯૫ લોકોનું ટેસ્ટિંગ કરાતા ૪૩ને કોરોના

  • March 31, 2021 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝાલાવાડમાં કોરોના કેસનો વિસફોટ થયો હતો તેમ થાનમાં ૩ દિવસમાં ૭૩ લોકો કોરોના સંક્રમિત થયા હતાં. જ્યારે લખતરમાં ૪ કેસ નોંધાયા હતાં. આમ મંગળવારના રોજ સરકારી ચોપડે જિલ્લામાં ૧૦ કેસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યુ હતુ. જ્યારે વેપારી મંડળની એક બેઠકમાં કોરોનાના વધતાં સંક્રમણને રોકવા લીંબડી શહેર ૨ એપ્રિલે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.


સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે કોરોના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે થાનમાં કોરોનાએ ભરડો લીધો હતો તેમ ત્રણ દિવસમાં ૭૩ પોઝિટીવ કેસો આવ્યા હતા. આ અંગે થાન તાલુકા હેલ્થ ઓફિસર સી.એમ.પટેલે જણાવ્યુ કે, થાનમાં તા. ૨૭ માર્ચે ૧૨, તા. ૨૯ માર્ચે ૧૮ પોઝિટીવ કેસો આવ્યા હતા. જ્યારે તા. ૩૦ માર્ચે ૯૫ લોકોનું ટેસ્ટિંગ કરાતા ૪૩ લોકોને કોરોના પોઝિટીવ આવ્યો હતો. આમ આ ત્રણ દિવસો દરમિયાન ૭૩ પોઝિટીવ કેસો નોંધાયા હતા. થાનના જોગ આશ્રમ, હરીનગર, રેલવે સ્ટેશન, અંબિકા સોસયાટી સહિતના વિસ્તારોમાં કોરોના પોઝિટીવ આવેલા છે ત્યાં આરોગ્ય ખાતાની ટીમ મોકલી દેવામાં આવી છે. આ તમામ કેસોને થાન ખાતે હોમકોરાન્ટાઇન કરવામાં આવ્યા છે. બીજી તરફ મંગળવારે લખતરમાં ૧, ઘણાદમાં-૧ તેમજ ઓળકમાં -૨ સહિત ૪ કેસ નોંધાયા હતાં. જ્યારે ધ્રાંગધ્રામાં -૪, મૂળીમાં-૧, સાયલામાં -૨ તેમજ વઢવાણમાં ૩ મળી કુલ ૧૪ કેસો નોંધાયા હતા. પરિણામે હાલ કુલ ૧૩૯ એક્ટિવ કેસો સાથે કુલ કેસનો આંક ૩૫૭૭ પહોંચ્યું છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS