રાજકોટ રેલવે ડિવિઝનમાં નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન વગર ટિકિટે મુસાફરી કરતા ૭૩,૬૧૮ અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરનારા સહિત દોઢ લાખથી વધુ મુસાફરો ઝડપાઈ જવા પામ્યા છે. રાજકોટ ડિવિઝને આ વર્ષે ટિકિટ ચેકિંગ દ્રારા .૧૦.૯૫ કરોડની આવક પ્રા કરી છે. જે ગત નાણાકીય વર્ષમાં મળેલી . ૬.૫૦ કરોડની આવકની સરખામણીએ ૬૮.૨૩% વધુ છે. વર્ષ ૨૦૨૫–૨૬માં વગર ટિકિટઅનિયમિત ટિકિટના કુલ ૧,૫૦,૬૮૧ કેસ નોંધાયા હતા, જે ગત વર્ષે નોંધાયેલા ૯૫,૦૧૧ કેસની સરખામણીમાં ૫૮.૫૯% વધુ છે. જેમાં વગર ટિકિટ મુસાફરીના ૭૩,૬૧૮ કેસમાંથી છ૬.૮૫ કરોડ, ઐંચી શ્રેણીમાં મુસાફરી કરી રહેલા ૭૧,૪૨૭ મુસાફરો પાસેથી . ૪.૦૬૬ કરોડ, ઓવર ટ્રાવેલિંગના ૮૩૩ કેસમાંથી . ૨,૫૧,૯૫૫ અને બુક ન કરાવેલા સામાનના ૨૧૨ કેસમાંથી . ૨૦,૧૨૦ની આવક પ્રા થઈ છે. રેલવેના 'ફ્રન્ટલાઇન' ગણાતા કોમર્શિયલ સ્ટાફની આ સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના, આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર હિતેશ જોષી તથા રમેશ પાંડોર, મુખ્ય ટિકિટ ચેકિંગ ઇન્સ્પેકટર કે.સી. ગુર્જર અને સમગ્ર ટિકિટ ચેકિંગ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા